પાટણ તા. 2
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કાર્યરત બનાવાયેલી 108 ઈમરજન્સીની આરોગ્ય સેવા જરૂરિયાત મંદ માટે આશીર્વાદરૂપ બની રહી છે.ત્યારે ગત રાત્રીના સમયે પાટણ 108 ની ટીમે પ્રસવ પીડા ભોગવી રહેલી અડિયા ગામની મહિલાની એમ્બ્યુલન્સ વાનમાં નોર્મલ ડિલિવરી કરાવી મહિલાને પીડા મુકત બનાવતા મહિલાના પરિવારજનોએ 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કેસની મળતી હકીકત મુજબ તારીખ 1ના રોજ લગભગ અંદાજે 5:00 વાગ્યાના સમયે અડિયા ગામના વતની પૂનમબેન ગુલાબસિંગ ઠાકોર નામની મહિલાને બીજી સુવાવડ નો અસહ્ય દુખાવો ઉપડતા પરિવાર દ્રારા પાટણ 108 હેલ્પલાઈન નો સંપર્ક કરતા EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન બલોચ તાબડતોડ અડિયા ગામ પહોંચ્યા હતા
ત્યાં પહોંચતાની સાથે જ Emt વિજય રાઠોડે દર્દી ને તપાસ કરતા દર્દીને એમનીયોટિક ફલૂઇડ લીકેજ થઇ ગયેલ છે અને અસહ્ય દુખાવો સતત ચાલુ જ હોવાનું જણાતા અડિયા ગામના બસ સ્ટેન્ડ થી સહેજ આગળ નીકળતા જ દર્દી ને ખુબજ વધારે ડિલિવરી નો દુખાવો ઉપડતા EMT વિજયભાઈ એ 108 ને સાઈડ માં ઉભી રખાવી અને ફટાફટ હેડ ઓફિસે રહેલા ERCP નો કોન્ટેક્ટ કરીને દર્દી ના VITALS અને crowning પોઝિશન વિશે જણાવતા તેમને ત્યાં સીન ઉપરજ ડિલિવરી કરાવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થતાં EMT વિજયભાઈ અને PILOT ગુલાબખાને ડિલિવરી કીટ પહેરીને લગભગ 05:51 સમયે બાળક ની 108 માં જ સફળતા પૂર્વક નોબૅલ ડિલિવરી કરાવી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણ 108 ની ટીમ દ્વારા પ્રસવ પીડા ભોગવી રહેલ મહિલાની એમ્બ્યુલન્સ મા નોમૅલ ડિલિવરી કરાવી પીડા મુક્ત બનાવતાં મહિલાના પરિવારે 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.