google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિના ભાગરૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૨૨
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જિલ્લા વહી વટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોક શાહી ના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ પ્રવૃતિઓના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં પોસ્ટર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરી મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. શાળાઓના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને તેઓને આ પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓ જેવી કે, પોસ્ટર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ. મતદાન કરવાની મહત્વતા પર આયોજીત આ સ્પર્ધા ઓ માં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

અભિનવ હાઈસ્કૂલ સિધ્ધપુરના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ ઝળક્યા…

પાટણ તા. ૧૪તાજેતરમાં ખોખરા સ્ટેડીયમ ખાતે 32 સ્ટેટ ટેકવોન્ડો...

આકસ્મિક રીતે મૃત્યુ પામેલા થરા ના યુવાનની આંખો પરિવારજનોએ ડોનેટ કરી..

પાટણ તા.૧૯બનાસકાંઠા જિલ્લાના થરા ગામના વતની દિપકભાઈ રામચંદભાઈ બુકેલીયા...

ભાવનગરના શિહોરની રૂ.1.10 કરોડની આંગડીયા લુંટ,ધાડના 7 આરોપીઓને ગણતરીના કલાકોમાં પાટણ LCB દબોચ્યા..

ગુન્હામાં વપરાયેલ અર્ટીગા ગાડી સાથે આરોપીઓને ગોલાપુર પોલીસ ને...