પાટણ તા. 16 પવિત્ર શ્રાવણ માસનો ગુરૂવારથી પ્રારંભ થતાં જ મહાદેવના મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ત્યારે શ્રાવણ માસની એકમથી અનેક પગપાળા સંઘો બાધા માનતા પૂર્ણ કરવા નીકળતા હોય છે.ત્યારે પાટણ શહેરના ખાલકપરા જય બાબારી યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રાવણ માસની એકમના રોજ હરખથી મહોલ્લાના યુવાનો વૃદ્ધ અને મહિલાઓ રણુજા ખાતે સંઘ લઈને જતા હોય છે.
જે પરંપરાગત સંધ આજે પણ શ્રાવણ માસની એકમના રોજ પાટણ થી રણુજા સાયકલ યાત્રા સાથે ભક્તિ સભર માહોલમાં પ્રસ્થાન પામ્યો હતો.ચાલુ સાલે 80 થી વધુ પદયાત્રીકો રણુજાના સંઘમાં જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. યાત્રિકો સાયકલ અને બાઇકો લઈને રણુજાના દર્શનાર્થે જય બાબારી ના નાદ સાથે પાટણના હાઇવે માર્ગો પરથી નીકળતા સમગ્ર વાતાવરણ બાબારીના રંગે રંગાઈ જવા પામ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી