વિવિધ સ્પધૉ મા શાળાને ગૌરવ અપાવનારા વિધાર્થીઓને એવોડૅ એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં..
શાળાના બાળકો એ ૩૮ જેટલા સાસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત ના શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યાં..
પાટણ તા. ૨૨
ગત તા.૧૯, ૨૦ માર્ચ ૨૦૨૪ ના રોજ શિક્ષણ
ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરનાર પાટણની તપોવન સ્કૂલ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ નો સંસ્કાર કાર્યક્રમ ૨૦૨૪ યુનિવર્સિટી કન્વે શનલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ સંસ્કાર કાર્યક્રમ મા શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ રાવલે ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત વાલી મિત્રો નુ શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતાં.
આ પ્રસંગે પાટણ ડાયેટ ના પ્રાઆચાયૉ ડૉ. પિન્કીબેન રાવલે ખાસ ઉપસ્થિત રહી શાળાના સંસ્કાર કાર્યક્રમ ની સરાહના કરી વિધાર્થીઓને શિક્ષણ ની સાથે સાથે સંસ્કારો નું સિચન કરવા બદલ શાળા પરિવારને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ડબગર આર્યને તથા ગુજરાતી માધ્યયમાં અભ્યાસ કરતી. કુ. દીપા પ્રજાપતિને વર્ષ ૨૦૨૩-૨૪નો બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ એનાયત કરી શાળા પરિવારનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
જયારે ખેલ મહાકુંભ અંતર્ગત ખમાર નમ્રને ચેસમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર, ઠાકોર સનીને સ્કેટીંગમાં રાજય કક્ષાએ તૃતિય,ભવ્ય રાવલને સ્વીમીંગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ અને કતપરા બંસીને અબાકસમાં નેશનલ લેવલે ત્રીજો નંબર પ્રાપ્ત કરવા બદલ ડો. પિન્કી બેન રાવલે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્કાર કાર્યક્રમમાં શાળાના બાળકો દ્રારા પ્રાર્થના, સ્વાગત, ગીત- રાજસ્થા ની ગરબો, કલકી અવતાર જેવી કુલ ૩૮ જેટલી જુદી જુદી કૃતિઓ રજુ કરી ઉપસ્થિત સૌ
મહાનુભાવો સહિતના શ્રોતાઓને મંત્રમુગ્ધ કયૉ હતાં.
પાટણ ની તપોવન ઈગ્લીશ ગુજરાતી સ્કુલના બાળકો દ્રારા આયોજિત આ સંસ્કાર કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સંચાલક મંડળ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી