પાટણ તા. ૨૯
મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી તા.07.05.2024 ના મતદાન થવાનું છે
ત્યારે મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રોજબરોજ ચિત્ર સ્પર્ધા, સંગીત, રેલી, નાટક, સિગ્નેચર કેમ્પેઈન વગેરે દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લાના વિવિધ વિસ્તારમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શંખેશ્વર તાલુકાની તમામ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, રેલી મારફતે સુત્રોચ્ચાર કરીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા, નાટક, સિગ્નેચર કેમ્પેઇન, વોકેથોન તેમજ માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમ થકી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી