પ્રમુખ પદે પ્રમોદભાઈ પ્રજાપતિ ( સ્વામી) અને મંત્રી પદે કલ્પેશભાઈ સ્વામી એ પુનઃ ચાજૅ સંભાળ્યો..
શ્રી પદ્મનાભ વિકાસ ઉત્સવ સમિતિ અને શ્રી પદ્મનાભ મુકિતધામસમિતિ ની પણ રચના કરવામાં આવી..
પાટણ તા. ૨૯
પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓની આગામી ત્રણ વર્ષ માટે ના પ્રમુખ,મંત્રી ની વરણી માટે મળેલી બેઠકમાં પુનઃ પ્રમુખ તરીકે પ્રમોદભાઈ પ્રજાપતિ (સ્વામી) અને મંત્રી પદે કલ્પેશભાઈ સ્વામી ની વરણી કરવામાં આવતા બંન્ને એ પોતાનો પ્રમુખ,મંત્રી તરીકે નો પુનઃ ચાજૅ સંભાળ્યો હોવાનું જાણવા મળ્યું છે. તા.૨૮/૦૩/૨૪ના રોજ શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ – પાટણના આગામી ત્રણ વર્ષ માટે ના પ્રમુખ – મંત્રીની વરણી કરવા ટ્રસ્ટી મંડળની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગત વર્ષના પ્રમુખ – મંત્રીની રાહબરી હેઠળ શ્રી પદ્મનાભ વાડીમાં તેમજ શ્રી પદ્મનાભ મુક્તિધામના વિકાસને તેમજ પારદર્શક વહીવટને ધ્યાનમાં લઈ ઉપસ્થિત સભ્યો એ બહુમતીથી આગામી ત્રણ વર્ષ માટે ટ્રસ્ટના પ્રમુખ પદે પુનઃ પ્રમોદભાઈ પ્રજાપતિ ( સ્વામી) અને મંત્રી પદે પુનઃ કલ્પેશભાઈ.સ્વામીની વરણી કરવામાં આવી હતી.
આગામી ત્રણ વર્ષ માટે પુનઃ નિયુકત કરવામાં આવેલ પ્રમુખ અને મંત્રી એ પોતાનું સુકાન સંભાળતાની સાથે જ શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ની દિવાલને લગોલગ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી આગામી ચૈત્ર સુદ -૫ ના રોજ આવનાર શ્રી પદ્મનાભ ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવા સારું સમાજનાં ઉત્સાહી વડીલ તેમજ યુવા વર્ગની એક શ્રી પદ્મનાભ વિકાસ ઉત્સવ સમિતિ તેમજ શ્રી પદ્મનાભ મુક્તિધામ માં કાર્યરત સમિતિના સભ્યોમાં વૃદ્ધિ કરી મુક્તિધામ તેમજ પદ્મનાભ વાડીના વિકાસને વેગ આપવા અને શ્રી હરિના દર્શનાર્થે આવનાર પ્રજાપતિ સમાજ સહિત તમામ સમાજના હરિભક્તોને અનુકૂળ સગવડો પૂરી પાડવા પ્રમુખ,મંત્રી એ ખાતરી આપી હતી.
શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત નિયુકત પ્રમુખ-મંત્રી દ્રારા શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર અને મુકિતધામ ના વિકાસ કાર્યોને વેગ મળે તે માટે બનાવવામાં આવેલ શ્રી પદ્મનાભ વિકાસ ઉત્સવ સમિતિ મા નરેન્દ્રભાઇ આર.દલવાડી, મહેશભાઈ એચ.દલવાડી, ચિંતનભાઈ પ્રજાપતિ, શાંતિભાઈ કે. સ્વામી, યશપાલ એમ.સ્વામી, હિરેનભાઈ એ.પ્રજાપતિ, કનુભાઈ એમ પ્રજાપતિ, વિજયભાઈ એ.સ્વામી, રાજુભાઈ પ્રજાપતિ (સાગોટાશેરી), પ્રો. દિપકભાઈ પ્રજાપતિ,ઇશ્વરભાઈ પ્રજાપતિ(જયભોલે) ની નિયુક્તી કરવામાં આવી હતી.
જયાઉ શ્રી પદ્મનાભ મુકિતધામ સમિતિ માટે રાજેશભાઈ જે .સ્વામી, મુકેશભાઈ પ્રજાપતિ (ઝવેરી), કનુભાઈ પ્રજાપતિ ( ઝવેરી), ઇશ્વરભાઈ પ્રજાપતિ (જયભોલે), ભાઈચંદભાઈ આર.પ્રજાપતિ, કનુભાઈ એમ.પ્રજાપતિ ( મિસ્ત્રી)અને વિજયભાઈ એ.સ્વામી ની નિયુકતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી