fbpx

ભાવિપ ની મહિલા ટીમ દ્વારા આજના મોબાઈલ યુગમાં બાળકો ને માટીના રમકડાં બનાવતા શિખવાડવામાં આવ્યા..

Date:

માટીના રમકડાની સાથે સાથે બાળકો ને પયૉવરણ ના જતન માટે પણ માગૅદશૅન પુરૂ પડાયું..

પાટણ તા. 5
ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ દ્વારા ઉનાળાના વેકેશન ના અંતિમ દિવસે એટલે કે રવિવારે બાળકો ને માટીના રમકડાં બનાવતાંશિખવવા માટે નો કાર્યક્રમ રેલવે ના પ્રથમ ગરનાળા નજીક આવેલ સંસ્કાર ગાડૅન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ મા પાટણ ના માટી નાં રમકડાં બનાવનાર કારીગર અને ભારત વિકાસ પરિષદ શાખા ના કારોબારી સભ્ય અને ઉપપ્રમુખ જીતુભાઈ ઓતિયા એ બાળકો ને માટી માથી જુદા જુદા રમકડાઓ બનાવવાનું શિખવાડ્યું હતું. જે રમકડાં બનાવી બાળકો આનંદિત બન્યા હતા.

સાથે સાથે તા. 5 જૂન પર્યાવરણ દિવસ વિશે બાળકો ને માગૅદશૅન આપી પર્યાવરણ ની જાળવણી માટે શું કરી શકાય તેની સમજૂતી શાખા ના પર્યાવરણ પ્રેમી શાન્તિદાદા એ આપી માટીના કુડા માં છોડ કેવી રીતે વવાઈ તેનું પ્રત્યક્ષ નિદર્શન બતાવી દરેક બાળકોને એક એક રોપો આપી ઘરે કૂંડા મા વાવી તેનું જતન કરવા ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ કાર્યક્રમ માં વાલી માતાઓ સાથે શાખા મહિલા સંયોજિકા જાગૃતીબેન ખમાર , સહસંયોજિકા રમીલાબેન પટેલ,રીજનલ સંયોજિકા પૂર્ણિમા બેન મોદી, પ્રાંત સંયોજિકા મમતા બેન ખમાર સહિત કારોબારી બહેનો જસ્મીના બેન પારેખ, સંગીતાબેન પટેલ, પુષ્પાબેન પટેલ, કવિતાબેન પરીખ,નીતાબેન પટેલ,અલ્કાબેન ઓતિયા, હેતલબેન પટેલ, જયશ્રીબેન સોમપુરા,હંસાબેન પટેલ, સવિતાબેન પટેલ તથા જનરલ સભ્ય સ્નેહાબેન પરીખ, આશાબેન પરીખ સહિત મોટી સંખ્યામાં કારોબારી ભાઈઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ આજના મોબાઈલ યુગમાં બાળકો આપણી માટી કામની કલા કારીગરી થી વાકેફ બને તે રહેલો હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિના અભિયાનમાં પુરવઠા વિભાગ પણ જોડાયું..

પેટ્રોલ-ડીઝલ પમ્પ, સસ્તા અનાજ ની દુકાનો, ગેસ એજન્સીઓ અને...

વર્ચ્યુઅલ રિયાલિટી શો વિધાર્થીઓને શિક્ષણનાં જ્ઞાન સાથે ગમ્મત પણ પુરૂ પાડે છે : તજજ્ઞો..

પાટણની કે.કે.ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે વર્ચ્યુઅલ રિયાલિટી શો ની જાણકારી...