પાટણ તા. ૪
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત તા. ૧૬ માચૅ ના રોજ કરવામાં આવી છે.જે અંતર્ગત ફલાઈંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા પાટણ જિલ્લા ના વિધાનસભા મતદાર વિભાગોમાં રોકડ અને અન્ય વસ્તુઓની જપ્તી અને મુક્તિ બાબતની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ કામગીરી કરવાની થતી હોઈ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ફલાઇંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા જપ્ત કરાયેલ રોકડ અને અન્ય ચીજવસ્તુઓ છુટી કરવા, લોકો અને સાચી વ્યક્તિઓને અગવડ ના પડે તે હેતુસર અને તેમની ફરીયાદો હોય તો તેના નિવારણ માટે જિલ્લા કક્ષાની ફરીયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાની ફરીયાદ નિવારણ સમિતિ અંતર્ગત અધ્યક્ષ તરીકે નોડલ અધિકારી, ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, પાટણ રહેશે. સભ્ય તરીકે નોડલ અધિકારી, આદર્શ આચાર સંહિતા અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ અને સભ્ય સચિવ તરીકે અધિક જિલ્લા તિજોરી અધિકારી, પાટણ ફરજ પર રહેશે.
જે અંતર્ગત ઉકત બાબતે કોઈ રજુઆત પરત્વે તાત્કાલીક કાર્યવાહી થાય તે હેતુસર સભ્ય સચિવ, અધિક જિલ્લા તિજોરી અધિકારી,પાટણનો સંપર્ક નંબર 02766 230238 જાહેર જનતા માટે પ્રસિધ્ધ કરવા માં આવ્યો છે. જેના પર ઉપર મુજબના કિસ્સાઓમાં કોઈ રજુઆતો/ફરીયાદ હોય તો તેઓનો સંપર્ક કરી શકાશે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી