google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કુલ 16 બેઠકની સામાન્ય ચૂંટણી જાહેર કરાઈ..

Date:

પાટણ તા. 27
પાટણ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું વિભાજન કરી સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાહેર કરવામાં આવી હતી અને નવાઈની વાત તો એ છે કે, 18મી ઓગસ્ટના રોજ તેની ચૂંટણી યોજાઈ રહી છે.પરંતુ સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની માળખાગત સુવિધાઓ મકાન કે અન્ય કોઈ જ વ્યવસ્થા નહીં હોવા છતાં તેની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ગુજરાત રાજ્યના ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર વિભાગના નિયમો દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરસ્વતીની, ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગની 2 એમ કુલ 16 બેઠકની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું છે.

જાહેરનામા માં સાતમી ઓગસ્ટથી ચુટણી પ્રક્રિયા શરૂ કરી તા. 11મી ઓગસ્ટ સુધી ચાલશે. 18 મી ઓગસ્ટે મતદાન થશે અને 19 મી ઓગસ્ટે પરિણામ જાહેર થશે. ત્યારે નવાઈની વાત તો એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી કાગળ ઉપર ચાલતી આ સરસ્વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેની મુદત પૂરી થવા જઈ રહી છે, જેમાં હવે ફરી એકવાર ચૂંટણીનો માહોલ સર્જાયો હોવાનું જોવા મળી રહ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત પૃથ્વીરાજ ચૌહાણ નાં ઇતિહાસ વિશે વક્તવ્ય યોજાયું..

પાટણ તા. ૫પાટણની ઐતિહાસિક ૧૩૪ વર્ષથી સતત કાર્યરત શ્રીમંત...

બનાસકાંઠા ની કરોડો ની લૂટ નો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી પાટણ એલસીબી ટીમ…

લૂટના તમામ મુદ્દામાલ સાથે છ આરોપીઓને દબોચી બનાસકાંઠા પોલીસ...

પાટણના વાખૂંદર ગોગાધામમાં બળેવ નો મેળો ભરાયો..

કાગ પરિવારોએ ગોગા મહારાજને સુખડીનુ નૈવેધ તેમજ માટી,કપડાનો ઘોડો...