પાટણ તા. ૪
પાટણ જિલ્લામાં પણ સમગ્ર દેશની જેમ લોકસભા સામાન્ય ચૂંટણીની લહેર ચાલી રહી છે. જિલ્લામાં તા. 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે તમામ વર્ગોમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહી વટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનના માર્ગ દર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે ગુરૂવારે ચાણસ્મા શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને પ્રજાજનોને મતદાન કરવા માટે જાગૃત કરવા માં આવ્યા હતા. ચાણસ્મા શહેરની તમામ શાળામાં આયોજીત મતદાન જાગૃતિ કાર્યક્રમો માં મતદાન જાગૃતિ અંગેના ગીતો વગાડી બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનોએ આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી