માનવજાત ના કલ્યાણ માટે કોઈ પણ અપેક્ષા વગર બ્રાહ્મણોએ પોતાના સ્વ. ધર્મનું પાલન કરવું જોઈએ. : પિયુષ આચાર્ય..
પાટણ તા. ૫
ભગવાન શ્રી પરશુરામજી ની પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી આગામી ૫૩ મી રથયાત્રાના આયોજન માટે જગ ન્નાથ મંદિર ના પ્રાથૅના હોલમાં ગુરૂવારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ,પાટણ જિલ્લા અને જગન્નાથ મંદિર ટ્રસ્ટની મહત્વ ની મિટિંગ શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઇ આચાર્ય ના વડપણ હેઠળ મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ બ્રહ્મ સમાજના આગેવા નો એ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્યની સમાજ ઉત્થાન ની કરાતી કામગીરીને સરાહનીય લેખાવી ભગવાન શ્રી પરશુરામજી ની યાત્રા ભવ્યાતિ ભવ્ય રીતે નગરમાંથી નીકળે તે માટે તન, મન અને ધનથી સાથ સહકાર આપવાની સમાજ ના આગેવાનોએ ખાત્રી આપી હતી.
આ મિટીંગ મા પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું કે બ્રાહ્મણો નો ધર્મ એટલે જ્ઞાન લેવું અને આપવું . બ્રાહ્મણો એ પોતા ના ધર્મનું પાલન કરવું જોઈએ અને માનવ જાતના કલ્યાણ માટે સમાજ પાસે કોઈ અપેક્ષા વિના પોતાના સ્વધર્મનું પાલન કરવું જોઈએ.પ્રત્યેક મનુષ્યને પોતાના સ્વધર્મનું પાલન કરવાની સાથે પ્રકૃત્તિ પાસે થી શીખ મેળવી ને પોત પોતાનું કાર્ય કોઈ પણ ફળની અપેક્ષા વિના માત્ર વ્યાપક જન હિતમાં કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
પાટણ જિલ્લામાં બ્રહ્મ સમાજના વિકાસ માટે શરૂ કરવામાં આવનાર ધનવર્ષા ક્રેડિટ કો.ઓ.બેંકની કામ ગીરી કરવા બદલ સૌએ પિયુષ ભાઈ આચાર્ય અને બ્રહ્મ આગેવાનો ના સુંદર પ્રયત્નની સરાહના કરી સમાજ ને એક નહિ થવા દેનાર સમાજ ના નેગેટિવ વિચાર સરણી ધરાવતા લોકોને બાજુ પર મુકી સમાજ ને ઉન્નતિ તરફ લઈ જવાના તમામ કાર્યમાં સહયોગ આપવા ની આ મિટિંગ માં ઉપસ્થિત બ્રહ્મ સમાજ ના પ્રબુદ્ધ આગેવાનો એ ખાતરી આપી હતી.
આ મિટિંગમાં કર્મકાંડ બ્રાહ્મણ સમાજના પ્રમુખ અમિતભાઈ દવેએ પણ સમાજલક્ષી પ્રેરક પ્રવચન આપ્યું હતું. તો સાહિત્યના શોખીન અને કાલિકા માતા મંદિરના પૂજારી, પ્રખર વક્તા અશોકભાઈ વ્યાસે પણ પ્રસંગો ચિત માર્મિક ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યક્રમ પૈસા વિના શક્ય નથી. આજે ઈશ્વર કૃપાથી બ્રહ્મ દેવતાઓ ખૂબ સુખી સંપન્ન છે. આ કાર્યક્રમની જવાબદારી એક માત્ર પિયુષભાઈ ના શિરે નાખી દેવી ઉચિત નથી , સૌ ભૂદેવોએ આ પુણ્ય કાર્ય માં ઉદાર હાથે ફાળો આપવો જોઈએ તેમ જણાવી પોતે ૧૧ હજારનો ફાળો જાહેર કર્યો હતો. આ મિટિંગ મા પાટણ વાડા બ્રહ્મ સમાજના આગેવાન હર્ષદભાઈ જાની , સંજયભાઈ વ્યાસ , પાટણ ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાન વિનોદભાઈ ત્રિવેદી, ડો. પરિમલ જાની, કલ્પેશભાઈ આચાર્ય, સરસ્વતી તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ સહદેવભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી ભુરા ભાઈ જોશી, વિનોદભાઈ જોશી,
જગન્નાથ ભાઈ જોશી, પી. આર. જોશી, સરિયદના આગેવાન ડાહ્યાભાઈ જોષી, ભુદરભાઈ જોષી, હારીજ બ્રહ્મ સમાજના આગેવાન કનુભાઈ ઠાકર, અશ્વિનભાઈ જોશી તંત્રી નિભાવ દૈનિક, નાગર બ્રહ્મ સમાજના આગેવાન ડૉ. રાજ મહારાજા, તપોધન બ્રહ્મ સમાજના આગેવાન અને જગદીશ મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ રાવલ, પાટણ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશ ભાઈ ત્રિવેદી,શ્રીમાળી બ્રહ્મ સમાજ ના પ્રમુખ રાજુભાઇ દવે, જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજ, પાટણ શહેર મહિલા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રીમતી માનસી બેન ત્રિવેદી, શ્રીમતી દેવિકાબેન ત્રિવેદી, પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રીમતી અવની બેન જોશી, વિદ્વાન એડવોકેટ અને બ્રહ્મસમાજના આગેવાન શ્રીમતી આરતીબેન પુરોહિત, શ્રીમતી ભૂમિબેન રાજભાઈ મહારાજા, સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો માટે અલ્પાહાર ની વ્યવસ્થા જગદીશ મંદિર ના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ પરિવારે કરી હતી. ભૂદેવો માટે વ્યવસ્થા કરવા માટે પોતે ખૂબ સંતોષ ની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોલ ની તમામ વ્યવસ્થા તેમના પુત્ર સચિન ભાઈ પટેલે કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી