google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં મહિલાઓ આર્થિક રીતે નિર્ભર બની શકે તેવા ઉદેશ સાથે ધ ડીવાસ બ્યુટી સલુન એન્ડ એકેડમી દ્રારા મેકઅપ સેમીનાર અને બ્રાઇડલ કોમ્પિટિશન યોજાશે..

Date:

આગામી તા. 27 ઓકટોબર ના રોજ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાનાર સેમીનારમાં મહિલાઓ ને જોડાવવા અપીલ કરાઈ.

પાટણ તા. 22 પાટણ શહેરમાં સામાન્ય પરિવારની મહિલાઓ આર્થિક રીતે પગભર બની આત્મ નિર્ભર બને તેવા ઉમદા ઉદ્દેશથી ધ ડીવાસ બ્યુટી સલુન એન્ડ એકેડમી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. તો અત્યાર સુધીમાં 300 થી વધુ જરૂરિયાત મંદ મહિલાઓને બ્યુટી પાલૅર નું જ્ઞાન આપી પગભર બનાવવામાં આવી છે ત્યારે ઉપરોક્ત એકેડમી દ્રારા પાટણ ખાતે મેકઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 27 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે સવારે 10 થી સાંજના 5 કલાકના સમયના આ મેકઅપ સેમીનાર એન્ડ બ્રાઇડલ કોમ્પીટેશન ની અંદર એકેડમીના કૃપા રાઠોડ અને દેવ્યાની રાજગોર દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતની બહેનોને મેકઅપ અને બ્યુટી પાર્લર અંગે માર્ગદર્શન અને આ ક્ષેત્રની અંદર ઉજ્જવલ ભવિષ્ય બની શકે તે માટે દિશા સૂચન સાથે મેકઅપ અંગેની તાલીમ પણ આપવામાં આવશે.

સાથે સાથે બ્રાઇડલ કોમ્પિટિશન દ્વારા બહેનોમાં આત્મશક્તિ વધે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે તો સામાન્ય ફી ધોરણમાં પાટણ શહેર સહિત ઉતર ગુજરાતની બ્યુટી પાર્લર ની તાલીમ મેળવવા ઉત્સુક મહિલાઓ ને તેમની એકેડમી દ્વારા તાલીમ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં સમગ્ર ઉત્તર ગુજરાત માંથી બ્યુટી પાર્લર અંગે રસ ધરાવનાર મહિલાઓ ઉપસ્થિત રહે તે માટે તેમને અપીલ કરવામાં આવી છે. તો સેમિનાર માં આવવા માટે તેમને અગાઉથી એડવાન્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું કૃપા રાઠોડ અને દેવ્યાની રાજગોર દ્વારા જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ. સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમો માં પ્રવેશ માટે કુલ ૨૭૩૫૬ ફોર્મ ભરાયા…

પાટણ તા. ૧૬પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્નાતક...

હેમ.ઉ.ગુ.યુનિ.ની કારોબારીએ યુનિવર્સિમા બાધકામ ની કામગીરી પૂણૅ ન કરનારા બે કોન્ટ્રાક્ટરો સામે લાલ આખ કરી..

હેમ.ઉ.ગુ.યુનિ.ની કારોબારીએ યુનિવર્સિમા બાધકામ ની કામગીરી પૂણૅ ન કરનારા બે કોન્ટ્રાક્ટરો સામે લાલ આખ કરી.. ~ #369News

સિદ્ધપુરના સુજાણપુર ખાતે તિરંગા વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી

સિદ્ધપુરના સુજાણપુર ખાતે તિરંગા વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી ~ #369News