google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના જૂનામાંકા ગામે ભાવિક, ભક્તો, શિષ્યો અને ગ્રામ પિતૃઓ ના આત્માની મોક્ષાર્થે ભાગવત સપ્તાહ

Date:

પાટણ તા. ૧૦
ચૈત્ર નવરાત્રી મહાપર્વ ના પ્રારંભે તા. ૯ એપ્રિલ ના રોજ વઢિયાર પંથકની ધન્ય ધરામાં સંતો મહંતો ની પુણ્યશાળી ભુમિ શ્રી કૌશલાનંદજીની ભજન ભૂમિ તેમજ પ્રાગદાસબાપુની જન્મ ભૂમિમાં શિવસંગમ સંન્યાસ આશ્રમ મધ્યે આયોજીત શાસ્ત્રી વિપુલભાઈ રાજગોર ના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ કૌશલા નંદજી મહારાજ (મૂર્ખા નંદબાપુ) નો ભંડારો અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ જેમના નેજા હેઠળ થઈ રહી છે એવા મહંત શ્રી બ્રહ્મચારી પ્રકાશાનંદજી મહારાજ (શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ મંદીર આદિપુર), વિજયગીરી બાપુ (ગરનાળા), જયદેવસ્વરૂપ બાપુ (નાયકા), હંસાગીરી માતાજી (મોરબી) તેમજ ડાકોર સંકૃત પાઠ શાળા ના પ્રધાના આચાર્ય ડો.દુર્ગા શંકર ભાઈ તેમજ લાભ શંકર રાજગોર (સમી) સહિત ગૌભક્તો તેમજ કથાના મુખ્ય યજમાન નારણભાઈ પ્રાગદાસ પટેલ (ગોદડિયા પરીવાર ), વિશ્વ હિન્દુ પરિષદ ધર્મચાર્ય વિભાગ પ્રાંત સદસ્ય નીતિનભાઈ વ્યાસ તેમજ સમસ્ત જૂનામાંકા અને આજુ બાજુ ગામના ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

વાજતે ગાજતે રામમઢી થી રામમંદીર રાધેકૃષ્ણા મંદીર સિકોતર માતાના મંદિરે શાસ્ત્રી ભરતભાઈ જોષી દ્વારા સ્થાપિત દેવતાઓનુ પુજન અર્ચન કરીને પોથીજી માથે પધરાવી કથા મંડપ માં પધરાવવામાં આવ્યા હતા.

શાસ્ત્રીજી દ્વારા પ્રથમ દીવસે ભાગવતજી નો મહિમા સમજવામાં આવ્યો તેમજ પધારેલ સંતો મહંતો અતિથિઓ એ ભોજન પ્રસાદ લીધો અને ભક્તિમય અને ભાગવત મય વાતાવરણ સર્જાયું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચંદ્રુમાણા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પર ફસાયેલા પર પ્રાંતીઓને પોલીસે ટીમે ઉગાર્યા…

ચંદ્રુમાણા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પર ફસાયેલા પર પ્રાંતીઓને પોલીસે ટીમે ઉગાર્યા… ~ #369News