તમામની ચંદ્રુમાણા પ્રાથમિક શાળાના આશ્રય સ્થાને રહેવા જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ.
પાટણ તા. 17
બીપરજોય વાવઝાડા ની અસર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જોવા મળી છે ત્યારે આ આફતને પહોંચી વળવા જિલ્લા પ્રસાસન પણ કટીબદ્ધ રીતે કામ કરી રહ્યું છે
ત્યારે પાટણ પોલીસ દ્વારા બીપોરજોયવાવાઝોડા અંતર્ગત અસરગ્રસ્તોને મદદરૂપ બની પોતાની ફરજની સાથે સાથે માનવતાની મહેક મહેકાવી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડાને પગલે પાટણના ચંન્દ્રમાણા ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠા કામ કરતાં ૮ જેટલા
પરપ્રાંતીય મજુરો ફસાયાની જાણ પાટણ પોલીસ ને થતાં પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવીને તમામને રેસ્ક્યુ કરી સહિ સલામત બહાર લાવી તમામનેચંન્દ્રમાણા ની પ્રાથમિક શાળા ના આશ્રય સ્થાનના સ્થળે રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી