પદયાત્રીના સંધે માતાજીના મંદિર શિખર પર ધજા લહેરાવી ધન્યતા અનુભવી
પાટણ તા. ૧૫
પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ લીમ્બચ માતા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ સોમવારે પગપાળા સંઘોનું લીમ્બચ ધામ ખાતે આગમન થતા મહોલ્લાના રહીશોએ ઉમળકા ભેર સંધોનું સ્વાગત કર્યું હતું.
પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં શ્રી લીંબચ માતાનું આદ્યસ્થાન મંદિર આવેલું છે મંદિર ખાતે વરસે દહાડે મોટી સંખ્યામાં પગ પાળા સંઘો માતાજીની માંડવી અને ધજા પતાકા ઓ લઈ દર્શનાર્થે આવે છે. લીમ્બચ મંદિર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવે છે.
ત્યારે ચાલુ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવ નું સુંદર આયોજન કરાયું છે. ત્યારે આજે ગાંધીનગરથી 300 પદયાત્રીઓનો સંઘ પાટણ ખાતે આવી પહોંચ્યો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી પદયાત્રીઓ માતાજી ની ધજા પતાકા તેમજ માંડવી લઈ વાજતે ગાજતે લીમ્બચ મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં મહોલ્લા ના રહીશોએ સંઘનું ભવ્ય સામૈયું કરી વધાવ્યા હતા. અને સંધ દ્રારા ભક્તિ સભર માહોલમાં માતાજીના મંદિર શિખર પર ધજા લહેરાવી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી