fbpx

આગામી દિવસોમાં આવતા હિન્દુ ધર્મના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કતલખાના સહિત નોનવેજના ધંધા રોજગાર બંધ રાખવા માગ ઉઠી.

Date:

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ..

પાટણ તા. ૧૫
રામનવમી,મહાવીર જયંતી અને હનુમાન જયંતી નિમીતે પાટણ જીલ્લામાં કતલખાના તેમજ માંસ મટન મછી અને ચીકન તેમજ ઈંડા નું વેચાણ બંધ રહે તેવી રજુઆત સાથે સોમવારે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્રારા નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્રારા નાયબ કલેક્ટરને આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે આગામી તા.17 મીએપ્રિલના રામનવમી તા.21 એપ્રિલ ના મહાવીર જયંતી તથા તા.23 એપ્રિલ ના હનુમાન જયંતી પવૅ નિમીતે પાટણ જીલ્લામાં ચાલતાં કતલખાના તેમજ માંસ મટન મરછી અને ચીકન તેમજ ઈંડા નું વેચાણ સંદતર બંધ રાખવા જાહેરનામું બહાર પાડવા અને કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી જી. પી. એમ. સી એક્ટ 1949 ની કલમ 329 અને 336 થી મળેલ સતાની રૂએ આથી પાટણ જીલ્લાના વિસ્તારમાં આવેલ તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ મટન મરછી અને ચીકન તેમજ ઈંડા નું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવા માં આવે અને તમામ સંબંધ કર્તાઓ આ જાહેરનામા નો ચુસ્તપણે પાલન કરે તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ સંબંધ કર્તાઓને ગંભીર જાણ કરવા વિનંતી કરી હોવા નું આવેદનપત્ર મા જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાની સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા મહિલાઓ ને મતદાન માટે જાગૃત કરવામાં આવી…

પાટણ તા. ૨૨લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ પાટણ...

હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ શહેર સહિત પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડયું…

તંત્ર ની આગોતરી સુચના અનુસાર ખેડૂતો ની તૈયારી ના...