અકસ્માત સર્જી bolero ગાડી ના ચાલક સહિત ગાડીમાં બેઠેલા અન્ય ચાર ઇસમો ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થયા..
ઇજાગ્રસ્ત બે વડીલોને 108 દ્વારા અને અન્ય બે ને ખાનગી સાધનમાં સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા…
બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા…
પાટણ તા.16
પાટણના હાઇવે માર્ગો પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારી નીકળતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સરજી અનેક નિર્દોષ માનવ જિંદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. તો કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ માનવીઓને ગંભીર ઇજાઓ પહોંચાડવા ના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે.
ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવો શનિવારની રાત્રે ચાણસ્મા તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલા ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી bolero ગાડી ના ચાલકે લીલી વાડી નજીક હાઇવે વિસ્તારમાં રહેતા ચાર વડીલ મિત્રો કે જેઓ હાઇવે માર્ગ પર લટાર મારી ગોગા મહારાજની ડેરી નજીક મુકેલા બાંકડા ઉપર વાતોચીતો કરવા માટે બેઠા હતા ત્યારે બેકાબુ ડ્રાઇવિંગ કરી આવી રહેલા ચાલકે ગાડી તે ચારેય વડીલ મિત્રો ઉપર ચડાવી દેતા ચારેય મિત્રો ને ગંભીર ઇજાઓ થવા પામી હતી.
આ અકસ્માત સર્જી બોલેરો ગાડીનો ચાલક સહિત બોલેરો ગાડીમાં બેઠેલા અન્ય ચાર જેટલા ઈસમો ગાડીમાંથી ઉતરી ગાડી ઘટના સ્થળે મૂકીને ફરાર થયા હતા.આ અકસ્માત ની જાણ પાટણ 108 ને કરાતા પાયલોટ જયરાજસિંહ અને ઈએમટી નિલેશ ચેતવાણી એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરેશભાઈ કે રાઠોડ અને મૂળચંદભાઈ વાણિયાને ગંભીર હાલતમા સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડીયા હતા.
તો અન્ય બે ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે ધારપુર હોસ્પિટલમાં સારવાર તે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે ઇજાગ્રસ્તો ના નામ જાણવા મળ્યા નથી. લીલીવાડી ચાણસ્મા હાઇવે માર્ગ પર સર્જાયેલા આ અકસ્માતના બનાવની જાણ વડીલ મિત્રોના પરિવારજનો સહિત માર્ગ પરથી પસાર થતા લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળાંઓ ઉમટી પડતા હાઇવે માર્ગ પર ચક્કા જામની સ્થિતિ સજૉવા પામી હતી.
બનાવવાની જાણ પોલીસને થતા પોલીસે પણ ઘટના સ્થળે આવી અકસ્માત સર્જી ફરાર થયેલા બોલેરોના ગાડી ચાલક સહિત ગાડીમાં બેઠેલા અન્ય ઈસમોની તપાસ હાથ ધરી હતી.અકસ્માત સ્થળ પરથી મળેલી માહિતી મુજબ બેકાબૂ બનેલી ગાડી એ બાકડા પર બેસીને વાતો કરી રહેલા ચાર વડીલ મિત્રોને અડફેટ માં લેતા મૂળચંદભાઈ વાણીયા નામના વડીલ નો પગ અને સુરેશભાઈ રાઠોડ નામના વડીલ નો પગ કપાયો હોવાનું જ્યારે અન્ય બે વડીલોને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.