fbpx

યુનિવર્સિટી બોડૅ ઓફ મેનેજમેન્ટ ની બોડીમાં હિરેન પટેલ ની નિમણૂક મામલે યુનિવર્સિટીએ ડીગ્રી લક્ષી વિગતો માંગી..

Date:

પાટણ તા. ૧
તાજેતરમાં યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ દ્વારા યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બોડીમાં રજીસ્ટર ગ્રેજ્યુટ સભ્ય હિરેન પટેલ ની નિમણુક ખોટી રીતે કરવામાં આવી હોવા અંગે કરેલ આક્ષેપ સાથે કુલપતિને આપેલ આવેદનપત્ર અંગે ઊભા થયેલા વિવાદમાં યુનિવર્સિટી દ્વારા તપાસનાં ચક્રો ગતિશીલ કરવામાં આવ્યા હોવાની સાથે. હિરેન પટેલ ની ડીગ્રી લક્ષી વિગતો માંગવામાં આવી છે.અને ૧૫ દિવસ ની મહોલત આપી તેઓની પાસે થી વિગતો મેળવ્યાં બાદ સરકારના અભિપ્રાય મુજબ આ મામલે નિણૅય કરાશે તેવું કુલપતિ એ બુધવારે જણાવ્યું હતું.

આ અંગે મળતી હકીકત મુજબ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોમન એક્ટ અંતર્ગત નવીન બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બોડીમાં રજીસ્ટર ગેજ્યુટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ હિરેન પટેલ યુનિવર્સિટી ની રજીસ્ટર ગ્રેજ્યુટ વિદ્યાર્થીઓની યાદીમાં નામ ધરાવતા ના હોય નિમણૂક ખોટી હોવાના યુનિવર્સિટી હિત રક્ષક દ્રારા આવેદનપત્ર સાથે આક્ષેપ કરતા યુનિવર્સિટી કુલપતિ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તપાસ અંતર્ગત સભ્ય પાસે તેમની ડિગ્રી લક્ષી વિગતો મંગાવામાં આવી છે. સભ્ય દ્વારા ૧૫ દિવસની મુદત મેળવી વિગતો રજૂ કરવા સંમતિ દશૉવી હોય જે ડિગ્રી લક્ષી વિગતો પ્રાપ્ત થયે સરકાર પાસે નિમણૂક અંગે અભિપ્રાય લઈ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય કરાશે તેવું યુનિવર્સિટી કુલપતિ ડૉ.કે.સી.પોરીયાંએ બુધવારે મિડિયા સમક્ષ જણાવ્યુ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરી અંતગૅત માખણીયા તળાવ ની ફરતે પાળ બાંધવાની કામગીરી હાથ ધરાઈ..

પાટણ તા. ૮પાટણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં...

દરેક માતા પિતાએ પોતાના બાળકોને સંપતિની નહીં પરંતુ સંસ્કારોની મૂડી આપવી જોઈએ : વિક્રમભાઈ ભાવસાર..

દરેક માતા પિતાએ પોતાના બાળકોને સંપતિની નહીં પરંતુ સંસ્કારોની મૂડી આપવી જોઈએ : વિક્રમભાઈ ભાવસાર.. ~ #369News