રીક્ષા મૂકી ફરાર થયેલા ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવાયા..
પાટણ તા. ૧૦
ચાણસ્મા પોલીસે ચોક્કસ બાતમી આધારે ધીણોજ ગામની સીમમાંથી C.N.G રીક્ષાની અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલો તેમજ બીયરના ટીનની કુલ બોટલ નંગ. ૨૧૬ કિ.રૂ.૨૮,૭૭૬ મળી કુલ કિ. રૂ. ૭૩,૭૭૬ ના મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ શહેર અને જીલ્લા માં દારૂ, જુગાર ની ગે.કા પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક. ડી. ડી. ચૌધરી રાધનપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ એસ.એફ.ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ની સુચના મુજબ ચાણસ્મા પોલીસના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગ મા હતાં
તે દરમ્યાન ચોકકસ બાતમી હકકિત મળેલકે ચાણસ્મા ના ધીણોજ ગામની સીમ માં જી. જે. ૧૮. એ. વાય. ૩૯૦૯ નંબરની સીએનજી રીક્ષા માં ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા બીયર નો જથ્થો રાખવામાં આવ્યો છે જે હકીકત આધારે ચાણસ્મા પોલીસ ટીમે ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત નંબરની રિક્ષા ની તપાસ કરતાં રિક્ષા માથી દારૂ બિયરના ટીન કુલ બોટલ નંગ.૨૧૬ કિ.રૂ.૨૮,૭૭૬/- નો તથા રીક્ષાની કિ.રૂ.૪૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭૩,૭૭૬/- નો મુદ્દામાલ મળી આવતાં પોલીસ હસ્તગત કરી રીક્ષા મુકી નાસી ગયેલ ચાલક વિરુધ્ધમાં ચાણસ્મા પો.સ્ટે.ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી