રજિસ્ટર ગ્રેજયુએટ નથી તેવા હિરેન પટેલ ને ૧૫ દિવસની મુદત આપી નવનિયુક્ત કુલપતિ પણ ચચાૅ મા…
પાટણ તા. ૩
પાટણની હેમચંદ્રાચાયૅ.ઉ.ગુ. યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂકં કરાયેલા હિરેન પટેલની ખોટી રીતે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી હોય જે નિમણૂંકને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે થોડા દિવસો અગાઉ યુનિવર્સિટી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કેટલાક સભ્યો દ્વારા કુલપતિ ડૉ. કે. સી. પોરીયાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે આ મામલે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી.પોરીયાએ પણ યુનિવર્સિટી દ્વારા બીઓએમ ના સભ્ય હિરેન પટેલ ને તેમની ડીગ્રીની વિગતો દિન-૧૫માં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે અને તે વિગતો આવ્યા બાદ સરકારમાં આ વિગતો મોકલીને અભિપ્રાય અને માર્ગદર્શન મેળવવામાં આવશે કે હવે આગળ શું કાર્યવાહી કરવી.
પરંતુ આ સમગ્ર મામલે શુક્રવારે યુનિવર્સિટી હિત રક્ષક સમિતિના પ્રમુખ રાકેશભાઈ પટેલ નો ટેલિફોનીક સંપકૅ કરી સધળી હકીકત જાણવાનો પ્રયાસ કરતાં તેઓએ યુનિવર્સિટી બોડૅ ઓફ મેમ્બર તરીકે હિરેન પટેલની ૧૦૦℅ ખોટી નિમણૂંક કરવામાં આવેલ હોવાનું જણાવી યુનિવર્સિટી પાસેથી આરટીઆઈ એકટ હેઠળ માગવામા આવેલ માહિતી મા ખુદ યુનિવર્સિટી એ લેખિતમાં જણાવ્યું છે કે હિરેન પટેલ રજિસ્ટર ગ્રેજયુએટ નથી છતાં યુનિવર્સિટી ના અગાઉના ઈન્ચાર્જ કુલપતિ દ્રારા તેઓની યુનિવર્સિટી બોડૅ ઓફ મેનેજમેન્ટ ના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ ને યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર આપી હિરેન પટેલ નું સભ્ય પદ તાત્કાલિક ધોરણે રદ કરવાની માગ કરવામાં આવી હોય અને હિરેન પટેલ નું નામ જ યુનિવર્સિટી રજિસ્ટર ગ્રેજયુએટ ની યાદી મા નથી છતાં તેની પાસે થી ગ્રેજયુએટ ના પુરાવા મેળવવા કુલપતિ ૧૫ દિવસની મુદત આપી પુરાવા મળે સરકાર ના અભિપ્રાય મુજબ ની કાયૅવાહી કરવાની વાત કરતાં હોય જે બાબત પણ નવનિયુક્ત કુલપતિ સામે શંકા કુશંકા ઉપજાવી રહી છે ત્યારે યુનિવર્સિટી દ્રારા બોડૅ ઓફ મેનેજમેન્ટ ના મેમ્બર તરીકે હિરેન પટેલ ને દુર કરવામાં નહિ આવે તો લોકસભાની ચૂંટણી બાદ આ મુદ્દે યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું યુનિવ ર્સિટી હિત રક્ષક સમિતિના પ્રમુખ રાકેશભાઈ પટેલે પોતાની ટેલીફોનીક વાતચિતમાં જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી