નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા..
પાટણ તા. 31
સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે સમગ્ર ગુજરાત મા સતત વરસાદ વરસી રહ્યો છે.
ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘ મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરવા ની સાથે ખેડૂતો ના વાવેતર કરાયેલા પાકોને જીવતદાન મળતાં ખેડૂતો ના ચહેરા પર હરખાયા છે. અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈ છે.
ત્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગે જણાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ પાટણમાં પાંચ ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનવાની સાથે લોકો ની મુશ્કેલીઓ વધી હતી. બીજી તરફ રાજ્યનો સિઝનનો એવરેજ 60.78 ટકા વરસાદ વરસ્યો છે.
બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં પાટણમાં 5.08 ઈચ, સરસ્વતી 4.53,
રાધનપુર 2.68, સાંતલપુર 2.48, ચાણસ્મા 2.36,
સિદ્ધપુર 2.20, હારીજ 2.09, જેટલો વરસાદ નોધાયો હોવાનું ડીઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી