fbpx

પાટણમાં નિવૃત સૈનિક આજે એક સૈનિક નિવૃત્ત નો વરઘોડો કાઢીને વાજતે ગાજતે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું…

Date:

પાટણ તા. ૩
પાટણ શહેરના રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ ધાણોધરડા ગામના વતની દક્ષેશ સોલંકી મા ભોમની રક્ષા કાજે 23 વર્ષ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (આર્મી) માં વિવિધ રાજ્યોની બોર્ડર ઉપર સેવા બજાવી નિવૃત્ત થઈ શુક્રવારે પાટણ ખાતે આવતા પાટણ રાજનગર સોસાયટીના રહીશો તેમજ પાટણ શહેરના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, કાર્યકરો દ્વારા તેઓને ખુલ્લી જીપમાં બેસાડી વાજતે ગાજતે વરઘોડો કાઢીને માન-સન્માન અને ગૌરવ સાથે આવકારી સોસાયટી ખાતે લઈ જઈ તેમનું ઉમળકાભેર સન્માન કરીને દેશ માટે આપેલી તેમની સેવાઓને બિરદાવી સલામ કરી હતી.

આ પ્રસંગે નિવૃત્ત થયેલા આર્મી જવાન દક્ષેશકુમાર પ્રહલાદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓએ આર્મી માં બીએસએફમાં 23 વર્ષની તેમની સેવા દરમિયાન પંજાબ, મણીપુર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારો માં ફરજ બજાવી દેશ કાજે સેવા આપી હતી. તેમણે દેશના યુવાનોને વ્યસનમુક્ત બનવા તેમજ દેશ સેવા કાજે આર્મીમાં જોડાવા અપીલ કરી હતી. આ આર્મી જવાનના સ્વાગત સન્માન માટે રાજનગર સોસાયટીના પ્રમુખ, મંત્રી સહિત સભ્યો અને સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં એક જ રાતમાં ચાર દુકાનોનો સટર તૂટ્યા.

કરિયાણાની દુકાન અને પાર્લર માંથી રોકડ રકમ અને ચીજ...

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.. ~ #369News