fbpx

રાધનપુર વારાહી નેશનલ હાઈવે માર્ગ પર ત્રણ ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એક નુ મોત..

Date:

ઇજાગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી ફસાયેલા ઈસમોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..

પોલીસે ધટના સ્થળે પહોંચી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી..

પાટણ તા. ૫
પાટણ જિલ્લાના વારાહી હાઇવે માગૅ પર રવિવારે વહેલી સવારે ત્રિપલ અકસ્માત ની ધટના સજૉતા એક વ્યક્તિ નું મોત નિપજયુ હોવાની સાથે અકસ્માત ગ્રસ્ત વાહનોમાં ફસાયેલા અન્ય કેટલાક ઈજાગ્રસ્ત ઈસમો ને ત્રણ કલાક ની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
.

આ ત્રિપલ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના વારાહી માગૅ પરથી રવિવારે વહેલી સવારે પસાર થઇ રહેલા ત્રણ ટ્રેલરો વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત ની ધટના સજૉતા ચકચાર મચી જવા પામી હતી.તો આ અકસ્માત ની આજુબાજુના લોકો સહિત હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકો ના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.

ટ્રેલરો વચ્ચે સજૉયેલ આ ત્રિપલ અકસ્માત માં એક વ્યક્તિ નું ગંભીર ઈજાઓ ના કારણે ધટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.આ ત્રિપલ અકસ્માત દરમ્યાન અકસ્માત ગ્રસ્ત સાધનોમાં ફસાયેલા અન્ય ઈસમો ને ક્રેઈનની મદદ થી પતરા ચિરી વાહનો દુર કરી ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ત્રિપલ અકસ્માતની ધટના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઈવે ઉપર રવિવારે સવારે સજૉયેલ ત્રણ ટેલર વચ્ચેના ગમખ્વાર અકસ્માત માં ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related