જેસીબી મશીન અને ટ્રેક્ટર મારફતે દબાણ દૂર કરી કાટમાળ તાત્કાલિક હટાવી માગૅ ખુલ્લો કર્યો..
પાટણ તા. 12
પાટણ શહેરમાં ગેરકાયદેસરના બાંધકામોને લઈને અવાર નવાર પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી આવા ગેર કાયદેસરના દબાણો દૂર કરી શહેરના માર્ગોને ખુલ્લા કરવામાં આવતા હોય છે.
ત્યારે ગુરુવારની વહેલી સવારે પાટણ નગરપાલિકાને કલેકટર ના સ્વાગત કાર્યક્રમ મા કરાયેલી અરજદાર ની રજુઆત ના પગલે મળેલ સુચના મુજબ શહેરના પીપળાશેર વિસ્તારની પાંચ જેટલી દુકાન આગળ ના ગેરકાયદેસર ના દબાણો દુર કરવાની કામગીરી જેસીબી મશીન અને ટ્રેક્ટરની મદદથી હાથ ધરવામાં આવી હતી.
આ ગેરકાયદેસરના દબાણ મામલે પાટણ નગરપાલિકાના એસઆઈ મુકેશભાઈ રામીએ જણાવ્યું હતું કે પાટણ શહેરના પીપળાશેર વિસ્તારમાં બહુચર માતાજી મંદિર પાસે ના ટીકાનં 5/2 સર્વે નંબર 191 મા આવેલ ધર નં.2/13/109/10/11/ અને 12 જેમાં ઘર નં.2/13/109 તથા 112 ની જમીનનું અગાઉ ચુકવણું થયેલ છે તો ઘર નં. 2/13/110/11 ની જમીનનું ચુકવણું બાકી છે
ત્યારે આ વિસ્તારમાં અવાર નવાર સજૉતી ટ્રાફિકની સમસ્યા તેમજ તેના કારણે થતી માથાકૂટ ને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના ઉપરોક્ત ગેરકાયદેસર ના દબાણો દુર કરવા અરજદાર બાવા પ્રવિણાગર પ્રેમગર દ્રારા કલેકટર ના સ્વાગત કાર્યક્રમ મા રજુઆત કરતા અને આ બાબતે તેઓ દ્રારા પાલિકા ને ઉપરોક્ત ગેરકાયદેસર ના દબાણો દુર કરવા આદેશ કરતાં પાલિકા ની ટીમે ગુરૂવારે સવારે જેસીબી મશીન અને ટ્રેક્ટર ની મદદ વડે પાંચ જેટલા દુકાન આગળના દબાણ દૂર કરી તેનો કાટમાળ તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર મારફતે ભરાવી રસ્તાને ખુલ્લો કરાવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ શહેરના પીપળાશેર વિસ્તારના રહીશોએ તેમજ વેપારીઓએ પાલિકા તંત્રની આ દબાણ હટાવો કામગીરીને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી