google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી વાજ આવેલ મહિલાએ પોલીસ ના દ્રારા ખખડાવ્યા…

Date:

પાટણ તા.૫
પાટણમાં જીવન નિવૉહ માટે કચરા પોતુ કરીને અને અગાઉ ટિફીન બનાવવા જેવા સંઘર્ષમય મજૂરી કામો કરી રહેલી એક મહિલાએ તેનાં અગાઉનાં ટિફીનનાં ધંધા માટે એક મહિલા અને તેના પરિવાર પાસે થી અગાઉ 10 ℅ વ્યાજે લીધેલા રૂ. 1,60 લાખની રકમ વ્યાજ સાથે પાંચ લાખથી વધુની રકમ ચુકવી દીધી હોવા છતાં તેની પાસે વ્યાજખોરોએ અવાર-નવાર તેનાં ઘરે જઈને વ્યાજ સહિત પેનલ્ટી ગણીને રૂ. 2.60 લાખની માંગણી કરી તેને ગાળો બોલીને મહિલા પાસેથી રકમ ભર્યા વિનાના ચારથી પાંચ કોરા ચેકો સહી ઓ કરાવીને પડાવી લઈને જે ચેકોમાં મોટીરકમ ભરીને તેનાં વિરૂધ્ધ ખોટા ચેકનાં કેસો કરવાની ધમકી આપતાં હોવાનો આક્ષેપ કરતી ખંડણીની ફરીયાદ મહિલાએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ ડીસા રોડ પર આવેલા માતરવાડી ગામ પાસેની વિઠ્ઠલ વિલા સોસાયટીમાં રહેતા અને હાલમાં કચરા પોતુ કરવાની મજૂરી કરતાં સંગીતાબેન ઠકકર રે.મુળ મેથાણ તા. સિધ્ધપુરવાળાઓ કે જેઓ નિવૃત્ત અપંગ પિતા અને લક્વાગ્રસ્ત નાનો ભાઈ સંજય અને રીક્ષા ચલાવતો બીજો ભાઈ અતુલ સાથે રહે છે. સંગીતા બેન ત્રણ વર્ષ પહેલાં જયારે ટીકિન બનાવવાનો ધંધો કરતા ત્યારે તેઓને ધંધા માટે પૈસાની જરૂર પડતાં તેમણે તેમની બહેનપણી ઓળખાણથી પાટણમાં કુસુમબેન પાસે થી માસિક 10 ℅નાં વ્યાજે રૂ રૂ. 1.60 લાખ લીધા હતા.જેની સિક્યુરિટી પેટે તેમણે પંજાબ નેશનલ બેંકનો એક કોરો ચેક તેમની સહી કરાવીને લીધો હતો.

તે પછી તેઓ દર મહિને કુસુમબેનને મહિને રૂ.16000 વ્યાજ ચુકવતા હતા. આ દરમિયાન તેમનો ટફિનનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ને વ્યાજનાં હપ્તા આપવાનાં ચુકી જતા હોવાથી કુસુમબેને તેમની પાસે થી બીજા ચેકો તેમની સહી કરાવીને લેતા હતા. આમને આમ સતત બે અઢી વર્ષ સધી એટલે કે, ડિસેમ્બર 2023 સુધી સંગીતા બેને કુસુમબેનને વ્યાજ ચુકવતા હતા. દરમ્યાન તા. 28/ 11/ 23 નાં રોજ સંગીતાબેન ની માતાનું મૃત્યુ થતાં અને ભાઈ સંજયને લકવાની અસર થતાં તેમને દવાખાનાનો અચાનક ખર્ચો આવી જતાં ડિસેમ્બર 2023 પછી તેઓ કુસુમબેનને વ્યાજ ચુકવી શક્યા નહોતા.આથી કુસુમબેન ની બેન અને પિતા તેમનાં ઘેર અવાર નવાર આવીને તેમને અને તેમનાં પરિવારને ધમકીઓ આપીને તેમની પાસેથી પેનલ્ટી અને વ્યાજ ગણીને રૂ. 2.60 લાખની માંગણી કરતા હતા. અને ફોન પર પણ ધમકીઓ આપીને પૈસાની ખોટી માંગણીઓ કરીને સંગીતાબેન પાસેથી કોરા ચેકો પડાવી લીધા હતા. આ બનાવ અંગે સંગીતા બેન ની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 3 લાખ લોકોને ભાજપ સદસ્યતા સભ્ય તરીકે જોડવાનો પ્રદેશ દ્રારા ટાર્ગેટ અપાયો.

પાટણ સાંસદ નું સદસ્યતા સભ્ય તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી...

આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ પાટણ જનરલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો..

કેમ્પની અંદર જરૂરિયાત મંદ લોકોને આયુષ્યમાન કાર્ડ અને ABHA...

પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર દોડતા ઇકો ચાલકો ની મનમાની…

ઓવરલોડ પેસેન્જર ભરવાની સાથે સાથે ભાડું પણ ડબલ વસૂલ...

પાટણના આર્ટિસ્ટ ભરત પેન્ટરે યુવાવસ્થા કા પ્રેમ વૃદ્ધાવસ્થા મેં સાથ નું સુંદર ચિત્રાંકન કયુઁ..

પાટણ તા.30 પાટણ શહેરના જાણીતા આર્ટિસ્ટ ભરતકુમાર પેન્ટર દ્વારા...