પાટણ લોકસભા બેઠકના વિવિધ બુથ ઉપર સાંજે છ કલાકે ચૂંટણી સંપન્ન થતા ઈવીએમ મશીન અને વી વી પી એટ મશીનો ઉમેદવારોના પ્રતિનિધિની ઉપસ્થિતિ માં સીલ કરાયા..
પાટણ લોકસભા બેઠક પર અંદાજિત 60 થી 65 ટકા મતદાન થયું. ..
પાટણ તા. 7
પાટણ લોકસભા બેઠકની મંગળવાર ના રોજ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા સાંજે છ કલાકના સમયે સંપૂર્ણપણે શાંતિમય માહોલ વચ્ચે સંપન્ન બનતા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાહત અનુભવી હતી.
તો લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન અને વીવીપીએટ મશીનો ફરજ પરના અધિકારીઓ દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિની રૂબરૂ માં સીલ કરી મત ગણતરી સ્થળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પાટણ લોકસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં સવારે 7-00 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6-00 કલાકે સંપન્ન થવાના સમય સુધીમાં અંદાજિત 60 થી 65℅ જેટલું મતદાન પાટણ લોકસભા બેઠક પર થયું હોવાનું ચૂંટણીની ફરજમાં જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી