સાંજે 5:00 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લા લોકસભા મતવિભાગ બેઠક પર થયું 54.58 ટકા મતદાન
સૌથી વધુ મતદાન 11-વડગામ વિધાનસભા બેઠક પર 62.69 ટકા નોંધાયું.
પાટણ જિલ્લાની લોકસભા મતવિભાગની 11-વડગામ, 15-કાંકરેજ, 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ, 19-સિદ્ધપુર અને 20-ખેરાલુ મતવિભાગમાં ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન થયું હતુ. મતદારોએ ખૂબ જુસ્સા સાથે મતદાન કર્યું. ઉનાળાની ગરમી વચ્ચે વહેલી સવારથી જ મતદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. કોઈને ચૂંટણીતંત્ર દ્વારા વ્હીલચેર પર બેસાડીને મતદાન કરવા માટે લઇ જવામાં આવ્યાં, તો કોઈ 80 વર્ષની ઉંમર હોવા છતા લાકડીના ટેકે મતદાન કરવા માટે આવ્યું. કોઈના ચહેરા પર પ્રથમ વાર મત આપ્યાનો ગર્વ જોવા મળ્યો હતો. પાટણવાસીઓનો મતદાન કરવા માટેનો જુસ્સાનું પરિણામ જ છે કે, પાટણ જિલ્લામાં સાંજે 5.00 વાગ્યા સુધી 54.58 ટકા મતદાન થયું છે.
પાટણ જિલ્લાની લોકસભા મતવિભાગની 11-વડગામ, 15-કાંકરેજ,16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ, 19-સિદ્ધપુર અને 20-ખેરાલુ મતવિભાગમાં થયેલ મતદાનના આંકડા પર નજર કરીએ તો સાંજે 5:00 વાગ્યા સુધીમાં 11-વડગામમાં 62.69, 15-કાંકરેજમાં 52.19, 16-રાધનપુરમાં 47.69, 17-ચાણસ્મામાં 51.49, 18-પાટણમાં 54.32 , 19-સિદ્ધપુરમાં 58.46 અને 20-ખેરાલુમાં 56.02 % મતદાન થયુ છે. જિલ્લામાં કુલ 54.58 % મતદાન સાંજે 5:00 વાગ્યા સુધીમાં નોંધાયું છે.
જિલ્લામાં સ્ત્રી મતદારોની વાત કરીએ તો સાંજે 5:00 વાગ્યા સુધીમાં 11-વડગામમાં 60.05 ટકા, 15-કાંકરેજમાં 46.60 ટકા 16-રાધનપુરમાં 43.07 ટકા, 17-ચાણસ્મામાં 48.00 ટકા, 18-પાટણ 50.21 ટકા, 19-સિધ્ધપુરમાં 56.62 ટકા, 20-ખેરાલુમાં 52.22 ટકા મતદાન થયું છે. એટલે કે જિલ્લામાં સાંજે 5:00 વાગ્યા સુધીમાં કુલ 50.86 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. પુરુષ મતદાર ની સંખ્યા પર નજર કરીએ તો સાંજે 5:00 વાગ્યા સુધીમાં 11-વડગામમાં 65.26 ટકા, 15-કાંકરેજ માં 57.37 ટકા, 16-રાધનપુરમાં 52.5 ટકા, 17-ચાણસ્મા માં 54.79 ટકા, 18-પાટણમાં 58.21 ટકા, 19-સિધ્ધપુરમાં 60.21 ટકા, 20-ખેરાલુમાં 59.59 ટકા મતદાન થયું છે. આમ જિલ્લામાં સાંજે 5:00 વાગ્યા સુધીમાં 58.11 ટકા પુરુષોએ મતદાન કર્યુ છે. અન્ય મતદારોની વાત કરીએ તો જિલ્લામાં સાંજે 5:00 વાગ્યા સુધીમાં 31.25 ટકા અન્ય મતદારોએ મતદાન કર્યું છે.
તા.07.05.2024 એટલે કે રાજ્યમાં ત્રીજા તબક્કાનો મતદાનનો દિવસ. પાટણમાં આજે ત્રીજા તબક્કામાં ખૂબ ઉત્સાહભેર મતદાન થયું છે. પાટણ જિલ્લામાં વિશેષ મતદાન મથકોએ લોકોનું ધ્યાન ખેચ્યું હતુ. જિલ્લામાં ઉભા કરાયેલા 49 સખી મતદાન મથક, 7 મોડલ પોલીંગ સ્ટેશન, 7 PWD પોલીંગ સ્ટેશન અને 1 યંગ સ્ટાફ પોલીંગ સ્ટેશનમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતુ. આદર્શ મતદાન મથકોને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યા હતા. દિવ્યાંગ મતદાન મથકો પર દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ પણ ઉબલબ્ધ કરવામાં આવી હતી. તો આ તરફ સખી મતદાન મથકો પર મહિલાઓને મત આપવા માં કોઈ અગવડતા ન પડે તે માટેની વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી.
પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠક પર દિવ્યાંગો, વયોવૃદ્ધ લોકો, યુવાનો, ગૃહિણીઓ વગેરે મતદાન કરવા માટે સવારથી જ ઉમટ્યા હતા. મતદાનના સમય પ્રમાણે સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન કરવાનું નિશ્ચિત કરવામાં આવ્યું હતુ. જે મુજબ સાંજે 5:00 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લામાં 54.58 ટકા મતદાન થયું છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર અને તેની સાથે જોડાયેલી ટીમો તેમજ મતદારોનો ઉત્સાહ અને જિલ્લાના તમામ મતદાન મથકો પર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓના કારણે આજે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.
અહેવાલ યશપાલ શ્યામી