કન્સલ્ટન્ટ એજન્સી ના અધિકારી સાથે પાલિકા પ્રમુખ અને વોટર વકૅ શાખા ચેરમેન સાથે બેઠક યોજાઈ..
પાટણ તા. 7
પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટેનું નગરપાલિકાની વોટર વર્ક શાખા દ્વારા પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અનુસંધાને અગાઉ વોટર વકૅ શાખા દ્વારા ડીપીઆર તૈયાર કરી આગામી વષૅ 2052 સુધી શહેરના ઓજી વિસ્તાર સહિત સમગ્ર પાટણ શહેર ના ઈન્ટરિયલ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા વહીવટી મંજૂરી માગવામાં આવી હતી. જે મંજૂરી મળતા અને સરકાર દ્વારા અમૃતમ યોજના-2 ની ગ્રાન્ટ માથી રૂ. 37 કરોડ ફાળવવામાં આવતા ટુક સમયમાં આ કામ માટે નું ટીએસ મળ્યા બાદ ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરવામાં આવશે તેવું વોટર વકૅ શાખાના ચેરમેન દિક્ષિત પટેલે જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા ની વોટર વકૅ શાખા દ્વારા ટુક સમયમાં શહેરના ઓજી વિસ્તાર સહિત ના તમામ વિસ્તારોમાં વષૅ 2052 સુધી પુરતા પ્રમાણમા પાણી ની સુવિધા ઉપલબ્ધ બને તે માટે હાથ ધરાયેલી કામગીરી ની સમીક્ષા માટે બુધવાર ના રોજ પાલિકા ખાતે કન્સલ્ટન્ટ એજન્સી ના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જે બેઠકમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, વોટર વકૅ શાખા ચેરમેન દિક્ષિત પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, કોર્પોરેટર હિનાબેન શાહ, મનોજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.