fbpx

પાટણ લોકસભા બેઠક ની મતગણતરી ને લઇ ચુટણી શાખા તમામ તૈયારીઓ સાથે સજજ બની..

Date:

પાટણ તા. ૨૧
પાટણ લોકસભા બેઠક ની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ચૂંટણી પરિણામને લઇ લોકો આતુર બન્યા છે. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આગામી 4 જુનના રોજ મત ગણતરીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં એક વિધાનસભા બ્લોકમાં 14 ટેબલ ઉપર અધિકારીઓની ટીમ ની ઉપસ્થિતિમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મત ગણતરી કરવા આવશે.જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું ચુટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું.

મતગણતરીની કામગીરી બાબતે વધુ મા તેઓએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની સાત વિધાન સભા મત વિસ્તારધરાવતી પાટણ લોકસભા બેઠકની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનોને પાટણ ની કતપુર ખાતે આવેલી સરકારી ઈજનેરી કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં અગામી તા.4 જૂનના રોજ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મત ગણતરી યોજવામાં આવનાર હોય મત ગણતરીને લઈ જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેમાં એક વિધાનસભા બ્લોકમાં 14 ટેબલ ઉપર મત ગણતરી કરાશે. જેમા એક ટેબલ ઉપર એક સુપર વાઈઝર કાઉન્સિલર, એક આસિસ્ટન્ટ કાઉન્સિલર અને એક માઇક્રો ઓબઝર્વર મળી 14 ટેબલ ઉપર 50 અધિકારીની ઉપસ્થિતિમાં મત ગણતરી કરવામા આવશે. આમ સાત વિધાનસભા બ્લોકમાં કુલ 98 ટેબલ ઉપર 294 અધિકારીની સીધી દેખરેખ હેઠળ મત ગણતરી કરવામાં આવશે. તેમજ મત ગણતરી પ્રક્રિયામાં દશ ટકા સ્ટાફને રિઝર્વમાં રાખવામાં આવશે.

મત ગણતરીમાં મુકાયેલા સ્ટાફને મત ગણતરી કેવી રીતે થાય અને શું તકેદારી રાખવી તે અંગે તાલીમ આવતી કાલે તા. 22 મીએ ઇવીએમ ની મતગણતરી ની ટ્રેનિંગ આપવામાં આવશે.તો તા. 24મી મેં ના રોજ બેલેટ પેપર ની મતગણતરી ની ટ્રેનિંગ આપવામાં આવનાર છે. જોકે આ મત ગણતરીમાં સૌથી વધુ રાધનપુર બેઠક ઉપર 23 રાઉન્ડ અને ખેરાલુ બેઠક સૌથી ઓછા 18 રાઉન્ડમાં ગણતરી કરવામા આવશે. જ્યારે ચાણસ્મા અને પાટણમાં 22 રાઉન્ડ, વડગામ, કાંકરેજ, ,સિધ્ધપુર વિધાનસભા માં 21 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

આ કામગીરી ને લઇ જિલ્લા વહીવટી તંત્ર મત ગણતરી માટે સજ્જ બન્યું છે તો પરિણામને લઈ લોકો આતુર બન્યા છે. પાટણ કતપુર ઈજનેર કોલેજ ખાતે મતગણતરી સ્થળે સવારે 7 વાગે એન્ટ્રી આપવામાં આવશે.8 વાગે મત ગણતરી શરૂ કરવામાં આવશે. હાલ માં ઉમેદવાર ,ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટ ના કાડૅ ઈશ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ચૂંટણી શાખા ના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ લોકસભા બેઠકની ચૂંટણીની મત ગણતરીમાં એક વિધાનસભા બેઠક ઉપર 14 ટેબલ ઉપર મત ના ગણતરી કરાશે. જેમા એક ટેબલ ઉપર એક સુપરવાઈઝર કાઉન્સિલર, એક આસિસ્ટન્ટ કાઉન્સિલર અને એક જ માઇક્રો ઓબઝર્વર મળી સાત વિધાનસભા બેઠકના 98 ટેબલ ઉપર 294 અધિકારીની સીધી દેખરેખ હેઠળ મત ગણતરી કરવામાં આવશે જેમાં 10 ટકા સ્ટાફને રિઝર્વ રાખવામાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ-કુરેજા કેનાલમાં કુણઘેરના યુવાને મોતની છલાંગ લગાવી…

પાટણ ડિઝાસ્ટર ની કીમત ભારે જહેમત બાદ લાશને કેનાલ...