fbpx

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ..

Date:

અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ- 360 કિ.રૂ.34,800 તથા ઇકો ગાડી કિ.રૂ.3 લાખની જપ્ત કરાઈ.

પાટણ તા.17
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિને અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલ સૂચના અનુસાર હારીજ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સફેદ કલર ની એક ઇકો ગાડી નં GJ-08-CC-7716ની જે ગાડી મા ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ ભરેલ છે અને થરા થી રોડા તરફ આવનાર છે

જે હકીકત આધારે હારીજ પોલીસે ટીમ બનાવી ખાનગી વાહનમા રોડા ગામે ચાર રસ્તા આગળ આવી યોગ્ય વાહનો ની આડાશ કરી નાકાબંધી કરતા હકીકત વાળી ઇકો ગાડી આવતા જેને પકડી પાડી તેમા થી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલ/ટીન નંગ-360 કિ.રૂ. 34,800 ના મુદામાલ સાથે ભાવેશ જી પ્રધાનજી ઠાકોર ઉ.વ.૩૦ વિપુલકુમાર સંજયજી જગાણી (ઠાકોર) ઉ.વ.૨૮ અને શૈલેષજી રાજુજી ઠાકોર રહે ત્રણેય થરા આમલી વાસ તા.કાંકરેજ જી. બનાસકાંઠા વાળાને ઈકો ગાડી કિ. રૂ. 3 લાખ અને દારૂ બિયર ના જથ્થા સાથે અટકાયત કરી પકડવાના બાકી આરોપી ઓ સિધ્ધરાજસિંહ ગાડુંભા વાઘેલા રહે ખારીયા તા કાંકરેજ જી.બનાસકાંઠા,અલ્પેશજી ઉર્ફે અપ્પુ ઠાકોર રહે થરા તા કાંકરેજ જી બનાસકાંઠા ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સમાજ ના મહામંત્રી રમેશભાઈ દવે દેવલોક પામ્યા..

શ્રી પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સમાજ ના મહામંત્રી રમેશભાઈ દવે દેવલોક પામ્યા.. ~ #369News

શેઠ એમ.એન.હાઈસ્કૂલ, પાટણના આચાર્ય તરીકે કાયૅભાર સંભાળતા ધનરાજભાઈ ઠક્કર..

નવ નિયુકત આચાર્ય ને શાળા સંચાલન મંડળ સહિત સ્ટાફ...

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ..

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ.. ~ #369News