પાટણ તા. ૨૧
દર વર્ષે તા. 21 મેના રોજ, ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. તેથી આ દિવસે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે પાટણ કલેકટર કચેરી હેઠળની કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કરવા માં આવ્યાં હતા. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનનાં અધ્યક્ષ સ્થાને તમામ અધિકારીઓ અને કર્મ ચારીઓએ આતંકવાદનો વિરોધ કરવાં અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી