પાટણ તા. ૨૩
શંખેશ્વર ના ધનોરા ગામે વહુએ પરિવાર ના સભ્યો ને ઝેર આપવાના મામલે શંખેશ્વર પોલીસે વહુ જયા બેન ગોસ્વામી ની તાત્કાલિક અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે ગુરૂવારે મહિલાને શંખેશ્વર કોર્ટ માં કરી રજુ રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા હોવાનું શંખેશ્વર પોલીસે જણાવ્યું હતું.
મહિલાના રિમાન્ડ દરમ્યાન પોલીસ આ ગુન્હાના મૂળ સુધી પહોચવાનો પ્રયાસ કરી આ ગંભીર પ્રકાર ના ગુનામાં અન્ય કોઈ નો હાથ છે કે કેમ કે પછી મહિલાને કોઈ અન્યની સાથે પ્રેમ સંબંધ છે કે કેમ તેની સત્યતા તપાસી હકીકત બહાર લાવશે.
અહેવાલ યશપાલ શ્યામી