પાટણ તા. ૧૪
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનાથી પ્રોહીબિશન ના ગુનામાં સંડોવાયેલ આરોપીને હારીજ પોલીસે બાતમીના આધારે ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.જે.સોલંકી રાધનપુર કેમ્પ-સમી તથા પો.સ.ઈ ડી.કે.ચૌધરી હારીજ પો.સ્ટેનાઓના માર્ગદર્શન મુજબહારીજ પોલીસ મા છ માસ અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપી સુરેશકુમાર આસુરામ અણદાજી જાતે બિશ્નોઈ ઉ.વ. આ.૨૭ ધંધો મજુરી રહે.સાંકળ,રબારીયોકા વાસ તા-જી-સાંચોર (રાજસ્થાન)વાળા ને હારીજ મુકામે થી ઝડપી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું હારીજ પોલીસે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી