fbpx

પાટણ જિલ્લા સહકારી સંઘની 26 મી જનરલ સભા યોજાઇ…

Date:

પાટણ તા. ૩૦
પાટણ જિલ્લા સહકારી સંઘની 26મી જનરલ સભા જિલ્લા સંઘના અધ્યક્ષ સુરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે મળી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને પાટણ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિત માં સહકાર ભારતી પાટણ જિલ્લાના અધ્યક્ષ અને ઉત્તર ગુજરાત કોપ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિ. મહેસાણાના ડિરેક્ટર હરિભાઈ પટેલ, જીઓ ગુજરાત રાજ્યની ક્લાસ વન થી ફોર ની રાજ્યકક્ષાની સોસાયટીના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

સાથે સાથે સંઘના ડિરેક્ટર વાઘજીભાઈ વિહાભાઇ ચૌધરી હારીજ એપીએમસી ના ચેરમેન તરીકે વરણી કરવામાં આવતા તેમનું પણ પાટણ જિલ્લા સહકારી સંઘ વતીથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંઘના માનદ મંત્રી પ્રભુદાનભાઈ ગઢવી ની ઉપસ્થિત સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજ પુરોહિત એજન્ડા મુજબ સભાની કામગીરી સંભાળી હતી. અને પાટણ જિલ્લાના સંધ ચેરમેન વિદેશ પ્રવાસ જવાના હોવાથી જિલ્લા સંઘના બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ કર્મચારી મિત્રો એ અભિનંદન પાઠવ્યા હતા. પાટણ જિલ્લાની અલગ અલગ સહકારી સંસ્થાઓમાંથી બહોળી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન સંઘના કર્મચારી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં  આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ..

બે વર્ષના વૈદિક સ્વામીએ પણ જુદા જુદા આસનો કરી...

હારીજ ની બેક ઓફ બરોડા દ્વારા લોન બાકી પેટે સીલ કરાયેલ મિલકત નું સીલ તોડનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ..

હારીજ ની બેક ઓફ બરોડા દ્વારા લોન બાકી પેટે સીલ કરાયેલ મિલકત નું સીલ તોડનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ.. ~ #369News

પાટણ ઔધોગિક તાલીમ સંસ્થા મા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

પાટણ ઔધોગિક તાલીમ સંસ્થા મા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.. ~ #369News

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિરે મહા સુદ પૂનમે માતાજીની અસવારી નીકળી..

માતાજીની અસવારીના દર્શન માટે મોટી સંખ્યામાં મોઢ મોદી જ્ઞાતિ...