પાટણ તા. ૩૦
પાટણ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન કરાવવામાં આવે છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા બિલ્ડીંગોની સામે કાર્યવાહી પણ કરાતી હોય છે. જોકે પાટણ નગર પાલિકા ની કચેરીમાં જ ફાયર સેફટીનાં પૂરતા સાધનો નહીં હોવાનું સામે આવ્યું હતું
અને તે બાબતે મિડિયા દ્વારા સમાચાર પ્રકા શિત કરવામાં આવતાં સફાળા જાગેલ પાલિકા સતાધીશો સહિત ના અધિકારીએ દ્રારા પાલિકા કેમ્પસ માં તાત્કાલિક ફાયર સેફ્ટી ના સાધનો કાયૅરત બનાવવામાં આવતાં લોકોએ મિડિયાના સમાચાર ની સરાહ ના કરી હતી.
મિડિયા દ્રારા પાલિકા મા ફાયર સેફ્ટી ના અભાવ બાબતે પ્રકાશિત કરવામાં આવેલ સમાચાર ને પગલે પાલિકા સતાધીશો અને અધિકારીઓ એ ગુરૂવારે પાલિકા ના બન્ને માળ માં 11 જેટલી ફાયર બોટલ મુકવા આવી હતી.
પાલિકા ના ફાયર વિભાગ દ્વારા બે માળની કચેરીમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર માં ત્રણ ફાયર બોટલ મુકવા માં આવી છે . તો ઉપર ના માળે પણ તમામ રૂમની બહાર એક એક એમ 5 ફાયર બોટલ મુકવામાં આવી હતી. તો ઉપર ના સભાખંડ ના બંને ગેટ પાસે પણ એક- એક બોટલ મુકવામાં આવી હોવાનું પાટણ નગર પાલિકા ના ફાયર વિભાગ અધિકારી સ્નેહલ મોદી એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી