fbpx

એચ એન જી યુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિયેશન દ્વારા ઇન્ટનૅ ડોકટરો ના પગાર વધારવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું.

Date:

પાટણ તા. ૫
HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા ઉત્તર ગુજરાત ની GMERS મેડિકલ કોલેજો ઇન્ટર્ન ડોકટરોનો પગાર વધારો લાગૂ કરવા ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

તારીખ ૫ જુલાઈ ના રોજ ઉત્તર ગુજરાત ની GMERS મેડિકલ કોલેજો માં HNGU MEDICAL STUDENTS ASSOCIATION GUJARAT અને MBBS બેચ-૨૦૧૯ ના ઈન્ટર્ન ડોક્ટર્સ દ્વારા કોલેજ ના ડીન અને હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ને આવેદન પત્ર આપી રજુઆત કરી છે

કે જો ૧૦ જુલાઈ સુધી ગુજરાત સરકાર દ્વારા ઈન્ટર્ન ડોક્ટર્સ ના stipend માં વધારો નહી કરવામા આવે તો ૧૧ જુલાઈ થી GMERS મેડિકલ કોલેજ ધારપુર, GMERS મેડિકલ કોલેજ વડનગર અને GMERS મેડિકલ કોલેજ હિંમતનગર ના ઈન્ટર્નશીપ કરતા ડોક્ટર્સ ગાંધી ચિંધ્યા માર્ગ પર બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન સાથે લડત આપશે.

HNGU MEDICAL STUDENT SASSOC IATION ગુજરાત દ્વારા રાજ્યસરકાર તરફથી નીમાયેલ મેડીકલ કોલેજ ના ડીન અને હોસ્પિટલ મેડીકલ અધિક્ષકને આવેદનપત્ર આપી ને અલ્ટિમેટમ આપ્યું છે કે ઈન્ટર્ન ડોક્ટર્સ નુ સ્ટાઈપેન્ડ માં વધારો કરતો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા ૧૦ જુલાઇ સુધી માં જાહેર કરવામાં આવે નહી તો ઉત્તર ગુજરાત ના ઈન્ટર્ન તબીબી ડોક્ટરો ગાંધી ચીંધ્યા માર્ગે ૧૧ જુલાઈ થી પોતાના તબીબી કામ થી અળગા રહીને અચોક્કસ મુદત સુધી શાંતિપૂર્વક રીતે પોતાનો વિરોધ નોંધાવશે તેવી ચિમકી આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પવિત્ર શંખેશ્વર ધામમાં હવસ ખોર યુવાને 11 વર્ષની મંદ બુધ્ધી બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ..

શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી...

પાટણ ના સાંતલપુર પંથકના 18 ગામોના અગરિયા પરિવારો ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર ઉતયૉ..

ન્યાય નહીં મળે તો આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર...