google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પાલિકા ના ‘હોલ્ડ’ પર રખાયેલા ૨૪ રોડના કામો પૈકી ૭ રોડના કામોને મંજૂરી અપાઈ…

Date:

પાટણ તા. ૧
પાટણ શહેરમાં પાણી પૂરવઠાની અને ભુગર્ભ ગટરો નાંખવાની કામગીરીનો વર્કઓર્ડર જીયુડીસી દ્વારા એજન્સીને અપાયા બાદ રૂા.૧૫૧ કરોડનો આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થવાનો છે તે પહેલાં પાટણ નગરપાલિકા દ્વારા તેનાં હસ્તકનાં વિવિધ ૨૪ જેટલા રોડ રસ્તાનાં ડામર કે સીસી રોડનાં વિકાસનાં કામો ‘હોલ્ડ’ પર રાખીને હમણાં કામગીરી ન કરવા આપેલા આદેશ બાદ જીયુડીસીએ પાટણ નગરપાલિકાનાં સત્તાધિશો અને ચૂંટાયેલા સભ્યોને આંશિક રાહત થાય તેવો આદેશ જારી કરીને શહેરનાં હોલ્ડ પર રખાયેલા ૨૪ રોડ પૈકીનાં પાંચ વિસ્તારોનાં રોડ કામો શરૂ કરવા તથા બે રોડના કામોને આંશિક શરૂ કરવા મંજૂરી આપી હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.


આ અંગેની વિગતો આપતાં પાટણ નગર પાલિકા નાં પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા યોજના તેમજ ભુગર્ભ ગટર યોજના અંગેની કલસ્ટર-૬ અંતર્ગત કામગીરી જીયુડીસી હસ્તક ચાલુ થનાર છે. જેને અનુલક્ષીને જીયુડીસી દ્વારા પાટણ નગરપાલિકા આયોજિત નવા સીસી ડામર રોડ બનાવવાની કામગીરી મોકુફ રાખી હતી. ઉપરાંત વધુમાં આ કચેરીએથી મંજૂર થયેલ ડિઝાઈન મુજબ નગરપાલિકા આયોજિત સીસી ડામર રોડ ઉપર ભુગર્ભ યોજના, પાણી પૂરવઠા યોજના માટેની પાઇપ લાઇન નાંખવાની થતી નથી તેવા સાત વિસ્તારનાં કામો નગરપાલિકા શરૂ કરી શકે છે. તેમ જણાવતાં નગરપાલિકાને રાહત થઇ છે.

હવે આ સાત સ્થળોએ રોડ રસ્તા બની શકશે.
જેમાં જળચોક આંબેડકર હોલ પાસેથી કિશોર ભાઈ કાપડીયાના ઘર સુધી જરૂરી વાઇડેનીંગ કરી મેટલીંગ કરી ડામર રોડ બનાવવાનું કામ,વિછુખાડ જંકશનથી કેનાલ ને સમાંતર લાલેશ્વરપાર્ક પાસે થઇ અગશીયાવીર નાળા સુધી જરૂરી મેટલીંગ કરી ડામરથી પેવર રોડ કરવાનું કામ,કતપુર રોડ, ધરતી રેસીડેન્સી પાસેથી નગર પાલિકાની હદ સુધી જરૂરી મેટલીંગ કરી ડામરથી પેવર રોડ કરવાનું કામ, ટીબી ત્રણ રસ્તાથી પાયલપાર્ક સુધી જરૂરી મેટલીંગ કરી ડામરથી પેવર રોડ બનાવવાનું કામ પારેવા સર્કલ, ખાલકશાપીર રોડ ઉપર આવેલ ઝીલ રેસીડેન્સી થી જય બંગ્લોઝ થઇ સુર્યનગર આવાસ યોજના જવાના નેળીયા માર્ગ સુધી વાઇડેનીંગ કરી ડામરથી અધુરો રહેલ પેવર રોડ કરવાનું કામ, પદ્મનાભ ચોકડી થી પદ્મનાભ મંદિર સુધી જરૂરી મેટલીંગ કરી વાઈડનીંગ કરી ડામર રોડ કરવાનું કામ અને પાટણ શહેરના જુનાગંજ મમતા મોલ પાસે થઈ ભીડ ભંજન હનુમાન થઇ પંચોલી પાડેથી સુભાષચોક થઇ વાદી સોસાયટી તરફના રોડ ઉપર ડામરથી રીસરફેસીંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જે સાત રોડ ના કામ પૈકીના પદ્મનાભ ચોકડી પરનું કામ અને સુભાષચોક પરનું કામ હોલ્ડ પર રાખી બાકીનું કામ શરૂ કરાનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ APMC ની ખેડૂત વિભાગની ચુંટણીમાં BJP પેનલ નો વિજય નિશ્ચિત બન્યો..

ચૂંટણી પૂર્વે ભાજપ પેનલ ને મળેલ સમર્થન છતાં નિયમ...

લાભપાંચમ ના પવિત્ર દિવસે મેળોજ ગામમાં નવીન પ્રવેશ દ્વારનું કેબિનેટ મંત્રીએ લોકાર્પણ કર્યુ…

પાટણ તા. ૧૮લાભપાંચમ ના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના મેળોજ...

પાટણ રાજમંદિર કોમ્પલેક્ષના ખુલ્લા ધાબા પરથી પાના પત્તિનો જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા..

પાટણ તા. ૧૮પાટણ સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમંદિર...