કારોબારી ચેરમેન ના અધ્યક્ષ સ્થાને બાંધકામ શાખાની બેઠક યોજાઈ..
પાટણ તા. ૧૪
હવામાન વિભાગની ચોમાસુ વહેલા આવવાની આગાહીને લઈ વહીવટી તંત્ર સહિત પાટણ નગર
પાલિકા તંત્ર જાગૃત બની મોન્સૂન પ્રિ પ્લાનની કામગીરીમાં જોતરાયું છે ત્યારે પાટણ નગરપાલિકા
ના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે બાંધકામ સમિતિના કર્મચારીઓની મોન્સુન પ્રિ પ્લાન ના આગોતરા આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કારોબારી ચેરમેન દ્વારા બાંધકામ ના તમામ કર્મચારીઓને પ્રિ મોન્સુન પ્લાનનાઆગોતરા આયોજનના ભાગરૂપે પાટણ શહેરની તમામ સ્ટ્રોંમ વોટરની સાફ – સફાઈ કરાવવી, પાટણ શહેરના તમામ જાહેર માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરાવવું અને જરૂર પડે લોખંડની જાળીઓ એડવાન્સમાં બનાવી પડેલા ખાડા ની જગ્યામાં એડવાન્સમાં માલ સામાન ઉતરાવવા સહિત અગાઉ ની ગ્રાન્ટોનું એસ્ટીમેન્ટ બનાવી નવી ગ્રાન્ટોનું આયોજન કરવા માટેની બાંધકામના તમામ કર્મચારીઓને તાકીદે સૂચના આપવામાં આવી હતી.
તદુપરાંત પાટણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય અને શહેરી જનો ને અગવડ ન પડે તે માટે મોન્સૂન પ્રિ પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે ધાધલના છાપરા સહિતના વિવિધ વિસ્તારો માં પાંચ જેટલા પાણી કાઢવા માટેના મશીનો અગાઉથી મૂકી વરસાદ બંધ થયેથી જ તમામ ભરાયેલા વરસાદી પાણીનો સત્વરે નિકાલ લાવવાના પ્રયત્નો મોન્સુન પ્રિ પ્લાન ના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું પણ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
તો આ મોન્સૂન પ્રિ પ્લાન ના આગોતરા આયોજનની બાંધકામના કર્મચારીઓ સાથેની બેઠકમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, શાસક પક્ષના દંડક મનોજભાઈ પટેલ સહિત શાખાના અધિકારીઓ, કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી