અકસ્માત બનતાં ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ને ભાગી છુટ્યો હતો
પાટણ જિલ્લાના સમીના જાસ્કા પાસે છોટા હાથી, ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પીરોજપુરા ના ઠાકોર બાલાજી જેસંગ રહે પીરોજપુરાવાળા જેઓ પોતાની ખેતીની ઉપજ નો માલ વેચી પરત ફરી રહ્યા હતા. તે સમયે જાસ્કા પાસે આ છોટાહાથી બાઈક સાથે ટકરાતાં છોટા હાથીમાં બેઠેલા બાલાજી અને બાઈક સવાર શંખેશ્વરના ચૈતન ધીરાભાઈ રાવળને ગંભીર ઈજાઓ થતાં હારીજ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં હાજર તબીબે ઠાકોર બાલાજીને મૃત જાહેર કર્યા હતાં અને બાઈક સવાર રાવળ કેતનને ગંભીર ઈજાઓ થતાં ધારપુર રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત બનતાં ટેમ્પો ચાલક ટેમ્પો મુકીને ભાગી છુટ્યો હતો.
આ અંગેની જાણ શંખેશ્વર પોલીસ ને થતા મુજપુર ઓપીના જમાદાર મેહુલ કુમાર ઘટના સ્થળે પહૌચી ગયા હતા પરંતુ આ ઘટના સમીની હદ માં બની હોવાથી સમી પોલીસ મથકે જાણ કરી હતી. અને તેવોએ માનવતા દાખવી તપાસ કરતાં આ પીરોજપુરા ના ઠાકોર ઈસમ પાસેથી રૂપીયા એકલાખ સાત હજાર મળી આવ્યાં તે કબ્જે લઈ ને તેમના વાલી વારસદારને સુપ્રત કર્યા હતા તેવુ મુજપુર જમાદાર મેહુલ કુમારે જણાવ્યું હતુ. આ બનાવ બનતાં પીરોજપુરા ગામે ઠાકોર ઈસમના ઘરે શોકનુ મોજુ ફરી વળ્યું હતુ.