google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રીમાળી બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્ર ના કુળદેવી શ્રી બિંદુ ક્ષિણી ધેલગાત્રેશ્વરી માતાજી પાટણનો 70 મો પાટોત્સવ ઉજવાયો..

Date:

પાટણ તા. ૧૬ ઐતિહાસિક અને ધર્મ ની નગરી પાટણ શહેરમાં વિવિધ દેવી-દેવતાઓના શિખર બદ્ધ મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતીકસમા શોભાયમાન બની રહ્યા છે. ત્યારે પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલ શ્રીમાળી બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રના કુળદેવી શ્રીબિંદુક્ષિણિ ધેલગાત્રેશ્વરી માતાજી નું મંદિર પણ ભક્તજનોની આસ્થા ના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યું છે.

ત્યારે આ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી બિંદુ ક્ષિણી ઘેલગાત્રેશ્વરી માતાજીનો શુક્રવાર અને શનિવાર એમ બે દિવસીય 70 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલ વચ્ચે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રીમાળી બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રના પરિવારજનો ની વિશાળ ઉપસ્થિતી વચ્ચે યોજવામાં આવ્યો હતો.

શ્રીબિંદુક્ષિણી ઘેલગાત્રેશ્વરી માતાજી ના 70 મા પ્રતિષ્ઠા મહોત્સવ ના શુક્રવારે પ્રથમ દિવસે માતાજી સન્મુખ રાજોપચાર મહાઅર્ચન પૂજા, અને મહા અભિષેક સહિતની વિધિ ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે યજમાનો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પાટોત્સવ ના બીજા દિવસે શનિવાર ના રોજ વહેલી સવારે માતાજીની યજમાન પરિવારો ની ઉપસ્થિતિ વચ્ચે પૂજા-પાઠ વિધિ કરાયા બાદ મંદિર શિખર પર ધજા ચડાવી માતાજી સન્મુખ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

યજ્ઞની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ સંગીતના સું મધુર સૂરો વચ્ચે મુખ્ય આચાર્ય આશુતોષભાઈ માર્કંડરાય શુકલ સહિત ના ભૂદેવો દ્વારા યજમાન પરિવાર પાસે સંપન્ન બનાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રીમાળી બ્રાહ્મણ ભાર દ્વાજ ગોત્રના પરિવારજનો સહિત માતાજીના અનુયાયીઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ કલ્યાણ ની કામના સાથે યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

શ્રી બિંદુક્ષિણી ઘેલગાત્રેશ્વરી માતાજી ના બે દિવસીય આયોજિત 70 મા પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણીને સાંગોપાંગ સફળ બનાવવા શ્રીમાળી બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્ર નાકુળદેવી શ્રી બિંદુક્ષિણી ઘેલ ગાત્રેશ્વરી મંદિર પાટણ ઉત્તર ગુજરાત ના ટ્રસ્ટી પ્રમુખ માર્કંડરાય પોપટલાલ શુક્લ,

ઉપપ્રમુખ ભ્રુગેશ ભાઈ કાંતિલાલ શુક્લ,ટ્રસ્ટીઓ ઉદયભાઈ વિનોદભાઈ શુક્લ, આશુતોષભાઈ માર્કંડરાય શુક્લ, ગૌતમભાઈ વિજયભાઈ શુક્લ સહિત સેવક પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. છેલ્લા ૮૦ વર્ષથી માતાજી ની સેવા મંદિર ના સ્થાનિક ટ્રસ્ટી ભગુભાઈ કાંતિલાલ શુકલ પરિવાર નિસ્વાર્થ ભાવે સંભાળી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકામાં છેલ્લા 38 વર્ષથી ફરજ બજાવી રહેલા રજનીભાઈ મોદી વયમર્યાદા ને લઇ નિવૃત્ત થયા..

પાલિકા પ્રમુખ, સીઓ,વિવિધ શાખાના ચેરમેનો સહિત પરિવારજનોએ નિવૃત્તિ જીવનની...

અમર પ્રેમ : ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો, પ્રેમી પંખીડાના આપઘાત ના એક વર્ષ બાદ, બન્ને ની પ્રતિમા ના લગ્ન કરાવ્યા

અમર પ્રેમ : ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો, પ્રેમી પંખીડાના આપઘાત ના એક વર્ષ બાદ, બન્ને ની પ્રતિમા ના લગ્ન કરાવ્યા ~ #369News

પાટણ જિલ્લાના સમી પંથકના ગોધાણામાં શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવાતી નથી.

રક્ષાબંધન ના દિવસે જ ગામમાં બળેવીયા ડૂબી મરતાં રક્ષાબંધનના...