૧૫૦ થી વધુ દર્દીઓનું ચેક અપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી..
પાટણ તા. ૨૦
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા Raptakos Brett Co.Ltd નાં સહયોગથી શનિવારે શહેરના પીંપળાગેટ વિસ્તારમાં આવેલ ડો.શૈલેષ બી.સોમપુરાના કલીનીક ખાતે નિશુલ્ક હિમોગ્લોબીન નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે આપણા ખોરાક તથા રહેણી કરણી તેમજ ચિંતાના કારણે થાક લાગવો, અશકિત, ચીડીયાપણું, આંખો નીચે કુંડાળા થવા, પગ તૂટવા, ફીકાશ થવી વગેરે લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ તમામનું કારણ વીટામીન્સ તથા આર્યનની ઉપણ થવાથી થાય છે. લાઇબ્રેરી દ્વારા ૧૫૦ થી વધુ દર્દીઓનું હીમોગ્લોબીન, બીપી, ડાયાબીટીસ વગેરે ચેકઅપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં કંપની માંથી ભાવેશ ઠાકોર, પ્રકાશ પ્રજાપતિએ ઉપસ્થિત રહી પોતાની સેવા આપી હતી. માધવ ફાર્માનાં નિલેશભાઈ મોદીએ પણ જરૂરીયાત મુજબની દવાઓની સેવા પૂરી પાડી હતી. કેમ્પને સફળ બનાવવા લાઈબ્રેરીના મંત્રી મહાસુખભાઈ મોદી, વાસુભાઈ ઠકકર,મનુભાઇ ખત્રી, નટુભાઇ દરજી, અશ્વિનભાઇ નાયક, મુકેશભાઈ યોગી, કેશવલાલ ઠકકર તથા લાઇબ્રેરી પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી