fbpx

પાટણ કોટૅની પાછળ આવેલ શ્રમજીવી ના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં…

Date:

પાટણ તા. ૧૬
પાટણ કોર્ટની પાછળ આવેલ શ્રમજીવી વિસ્તારના ખુલ્લા પ્લોટ માં જાહેરમાં પાનાપતિ નો જુગાર રમતા ત્રણ શખ્સો ને પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા પાટણ શહેર અને જીલ્લામાં જુગાર લગતની ગે.કા પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુચન કરેલ હોઇ જે અનુસંધાને પાટણ બી ડીવી.પો.સ્ટે. નાઓ અત્રેના પો.સ્ટેના સર્વલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં ત્યારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે પાટણ ટાઉનમાં કોર્ટની પાછળ શ્રમજીવી છાપરા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રમાડે છે.

જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે ઓચિંતી રેઈડ કરતા ત્રણ ઈસમો ગોળ કુંડાળુ વળી ગંજી પાનાનો હાર-જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતાં ટીમે કુલ રોકડ રકમ કી.રૂ.૧૦,૨૮૦ સહિત ના મુદ્દા માલ સાથે ઠાકોર રાહુલજી બાબુજી મફાજી રહે વકીલની ચાલી,શ્રમજીવી છાપરા, પ્રજાપતિ અક્ષય મનોજભાઈ ધીરજલાલ રહે. લક્ષ્મીપુરા, મીરા દરવાજા અને ઠાકોર અભેસિંહ અમરાજી બાવાજી રહે. શ્રમજીવી છાપરા વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું..

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું.. ~ #369News