પાટણ તા. ૧૭
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકરી ઈદનાં તહેવારને લઇને બકરા-બકરી કતલખાનામાં ન પહોંચે તેવા પ્રયત્નો જીવદયા પ્રેમીઓ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે તો બકરા બકરીનાં જીવ બચાવવા સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો આગળ આવતાં હોય છે ત્યારે રાધનપુર પાંજરા પોળ સંસ્થા દ્વારા બકરી ઈદના દિવસે અબોલ જીવો પ્રત્યે કરૂણા નો ભાવ જગાડી કુલ 72 જીવો ને નવજીવન બક્ષવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં ટોટલ 200 જેટલા અબોલ જીવો ને નવજીવન બક્ષી ગોધાણા ખાતે આવેલ સંસ્થા મા આશ્રય માટે મૂકવામાં આવેલ હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. બકરી ઈદના દિવસે બકરા બકરી ના કતલ નો દિવસ હોય છે ત્યારે આજના દિવસમાં અબોલ જીવો ના જીવો બચાવવાના હેતુથી રાધન પુર પાંજરા પોળ સંસ્થાનાં દાતાઓ દ્વારા કરાયેલી જીવદયા ની પ્રવૃત્તિને સૌ નગરજનોએ સરાહનીય લેખાવી છે.
અહેવાલ યશપાલ સ્વામી