fbpx

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. ૨૧
તા. 21 મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રાજયભરમાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેનાં ભાગરૂપે પાટણ શહેર અને જિલ્લામાં પણ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

પાટણની પી.કે.કોટાવાલા કૉલેજ ખાતે કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત યોગ દિવસનાં કાર્યક્રમમાં 2000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રીએ જણાવ્યું હતુ કે, આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતુ

કે, માત્ર ભારત નહી પરંતું પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ. વડાપ્રધાને વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર
સંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી.

ત્યારથી અત્યાર સુધી તા. 21 મી જૂનનાં રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવી એ છીએ.તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2019માં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાનાં માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા હોવાનું જણાવી શરીરને સ્વસ્થજીવનમાં યોગને સ્થાન આપવાનો સંકલ્પ લઇએ તેવી અપીલ કરી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલ બેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવીન્દ્ર પટેલ, ડી. આર. ડી. એ. નિયામક આર. પી. જોષી, રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોષી સહિત અધિકારીઓ, કમૅચારીઓ અને પાટણનાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૧૦ મા તબકકા નો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે..

જિલ્લાવાસીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ… કાર્યક્રમમાં સરકારના ૧૩ જેટલા...

પાટણ સહિત અન્ય જિલ્લા ના 157 જેટલા ખેડૂતો ને એનજીઓ સંસ્થા ના નામે ખેતી ને લગતી સામગ્રી આપવાનું જણાવી લાખો ની ઠગાઈ કરનાર ઠગ...

પાટણ સહિત અન્ય જિલ્લા ના 157 જેટલા ખેડૂતો ને એનજીઓ સંસ્થા ના નામે ખેતી ને લગતી સામગ્રી આપવાનું જણાવી લાખો ની ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો.. ~ #369News