વિકાસ ઝંખતી ભાટસર ગામની ડેમેજ શાળા છેલ્લા 21 વર્ષથી અને ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ..
પાટણ તા. 8
આગામી દિવસોમાં સરકાર દ્રારા 3 દિવસ રાજ્ય માં શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવવા માં આવનાર છે અને તેના માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝંખતી શાળાઓ તરફ તંત્ર દૃલક્ષ સેવી સારી અને સુંદર શાળા બતાવી ને સરકાર ગુજરાતમાં શિક્ષણ નંબર 1 છે તેવી પ્રતિતી કરવવા તત્પર બની છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા ના ભાટસર ગામના લોકોમાં ડેમેજ શાળાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ પ્રાથમિક શાળા 2002 મા કાર્યરત બન્યા બાદ આજે 21 વર્ષ બાદ પણ કોઈ જાતનું સમારકામ શાળામાં હાથ ધરવામાં આવ્યું નથી. જેને લઇ ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
12 જૂનના રોજ ગામની શાળામાં યોજાનાર શાળા પ્રવેશઉત્સવનો ગામ લોકો દ્રારા બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.શાળાના ઓરડા ડેમેજ હોવાના કારણે બાળકો ભય ના ઓથાર નીચે અભ્યાસ કરી રહયાં છે. શાળાની દીવાલો અને છત ડેમેજ હોવાનાં કારણે 250 બાળકોની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસે રિયા પાટણની મુલાકાતે આવ્યા હતા. અને અગામી સમયમાં ઓરડાની ઘટ પૂરી કરવા માં આવશે તેમ જણાવ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ભાટસર શાળા ની મુલાકાત લઈ તેના રિનોવેશન માટે પ્રયત્ન શિલ બને તે જરૂરી બન્યું છે.