fbpx

યુનિવર્સિટીમાં આયોજિત પાંચ દિવસીય મન કી અયોધ્યા કાર્યક્રમ ફકત યુનિવર્સિટી નો નહિ પરંતુ સમગ્ર શહેરીજનો નો છે : કા. કુલપતિ..

Date:

પાટણ તા. ૧૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિયામક શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા અયોધ્યા ખાતે આગામી તા. 22 જાન્યુઆરી ના રોજ યોજાનાર ભગવાન શ્રી રામચંદ્ર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપલક્ષ્યમાં પાંચ દિવસ મનકી અયોધ્યા થીમ આધારિત ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે.જેમાં ગુજરાત ના નામાંકિત કલાકારો જય વસાવડા,માયાભાઈ આહિર અને કિંજલ દવે સહિતનાઓ ની ઉપસ્થિત વચ્ચે વ્યાખ્યાન,કથામૃતમ,108 કુંડી સમરસતા યજ્ઞ,મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન કર્તવ્યોને ઉજાગર કરતો લોક ડાયરો, ગીત-સંગીત ના વિવિધ કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યુ હોવાનું કા.કુલપતિ ડો. રોહિત દેસાઈએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં મર્યાદા પુરસોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ના અયોધ્યા સ્થિત મંદિર મા યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે ત્યારે આ મહોત્સવ મા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પણ સહભાગી બને તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પણ મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા સ્થિત ઉજવનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાચ દિવસીય મન કી અયોધ્યા નું ભવ્ય આયોજન યુનિવર્સિટીના નિયામક શારીરિક શિક્ષણ, યુવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં મર્યાદા પુરસોત્તમ ભગવાન રામચંદ્રજીના જીવન આદર્શ ને વિધાર્થીઓ પોતાના જીવન માં ઉતારે તેવા ઉદેશ સાથે તા. 18 થી 22 જાન્યુઆરી દરમ્યાન વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.તા. 18,1,24ના રોજ પ્રથમ દિવસે રાત્રે 8 વાગે કાજલ ઓઝા વૈધ ના મુખે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન – કર્તવ્યોની શાબ્દિક પ્રસ્તુતિ કરાશે. બીજા દિવસે 19.1.24ના રોજ રાત્રે 8:30 કલાકે સુરેશચંદ્ર પંડયા શ્રી રામચરિત માનસના પ્રસંગોનું કથામૃતમ કરાવશે.જયારે ત્રીજા દિવસે 20.1.24 ના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી યુનિવર્સિટી માં 108 કુંડી સમરસતા યજ્ઞ કરવામાં આવશે .

તો ચોથા દિવસે 21.1.24ના રાત્રે નામાંકિત કલાકાર માયાભાઈ આહીર દ્રારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન – કર્તવ્યોને ઉજાગર કરતો ભવ્ય લોક ડાયરો યુનિવર્સિટી ના ફૂટબોલ ગ્રાઉન્ડ પર યોજાશે. જયારે તા.22 જાન્યુઆરીની રાત્રે સુપ્રસિધ્ધ સિંગર કિંજલ દવે અને તેમની ટીમ સાથે મર્યાધ પુરુષોત્તમ શ્રી રામના જીવન મૂલ્યોની સંગીતમય પ્રસ્તુતિ ગીત-સંગીત અને લોક ડાયરો દ્રારા કરાશે. આ પ્રસંગે જાણીતા મોટીવેશનલ જય વસાવડા પણ ઉપસ્થિત રહેનારા હોવાનું તેઓએ આ કાર્યક્રમ યુનિવર્સિટી નો નહિ પરંતુ સમગ્ર પાટણ વાસીઓનો હોવાનું જણાવી મન કી અયોગ્ય ના આ કાર્યક્રમનું શહેરની તમામ સોસાયટી ના પ્રમુખ ને આમંત્રણ પાઠવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ પટેલે યુનિવર્સિટી દ્રારા આયોજિત મન કી અયોધ્યા ના પાચ દિવસીય કાર્યક્રમ ની રૂપરેખા આપી સૌને કાર્યક્રમ મા સહભાગી બનવા અપીલ કરી હતી. યુનિવર્સિટી ના કા. કુલસચિવ ડો. કે. કે. પટેલે પણ ભગવાન શ્રીરામચંદ્ર ના પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુ લક્ષીને યુનિવર્સિટી દ્રારા સુદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમ ની રૂપરેખા આપવા યુનિવર્સિટી ખાતે બોલાવેલ પ્રેસ મિટીંગ મા યુનિવર્સિટી એન્જિનિયર વિપુલભાઈ સાડેસરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી કંટ્રોલરૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર..

પાટણ તા. ૨૭લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે...

પાટણ તાલુકાના ડેરાસણ ગામે કમળાના બે શંકાસ્પદ કેસ નોધાતા તંત્ર હરકત મા આવ્યું..

જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી એ ગામની...