ધારાસભ્ય ડો.કિરીટ પટેલે સ્થળ તપાસ કરી લેવલ મેન્ટનની કોપી માગતા પાલિકા ના કમૅચારીઓ
હરકતમાં આવ્યા..
પાટણ તા. ૨૫
પાટણ શહેરના વોર્ડ નંબર છ માં આવેલા ગાયત્રી મંદિર પાસેની વલ્લભનગર, મહાદેવ નગર સહિતની ચાર સોસાયટીઓમાં વરસાદ ભરાતા પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ઉપરોક્ત સોસાયટીના રહીશોને ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને આ મુશ્કેલીઓ ને કારણે વિસ્તારના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.
ત્યારે આ સોસાયટીઓની વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની માંગને પૂર્ણ કરવા પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ ની પાઇપ લાઇન નાખવાની કામગીરી સોમવારે હાથ ધરવામાં આવી હતી.
પરંતુ મહાદેવ નગર ના વરસાદી પાણીનો નિકાલ ગુરુ નગર સોસાયટી તરફ કરવાને બદલે પાણીના લેવલ વિરુદ્ધ ની કામગીરી પાલિકા દ્વારા કરાતા છેલ્લા બે દિવસથી સ્થાનિક રહીશો દ્વારા પાલિકા ની કામગીરી નો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.
ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન લેવલ વિરોધની નાખવામાં આવતા સ્થાનિક રહીશો એ હલ્લાબોલ કરીને પાલિકાની આ કામગીરી નો વિરોધ કરી કામગીરી અટકાવી પાલિકા દ્વારા મોન્સુન પ્રિ પ્લાનની ડેટ લાઈન વિરુદ્ધ કામ થતું હોવાથી સ્થાનિક લોકો એ કામનો વિરોધ નોંધાવ્યો હોવાનું રહીશો એ જણાવ્યું હતું.
તો છેલ્લા બે દિવસથી ચાલી રહેલી વરસાદી પાણી ના નિકાલ માટેની કામગીરી ના વિરોધને લઈને મંગળવારે પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલે ઉપરોક્ત સોસાયટી ના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પાલિકાના એન્જિનિયર ને લેવલ સીટ બનાવી એપ્રૂવ કરી ચીફ ઓફિસર અને એન્જિનિયરની સહી કરી મેન્ટેન કોપી આપવા અનુરોધ કર્યો હતો.
તો વરસાદી પાણીના નિકાલ માટેની નાખવામાં આવી રહેલી પાઈપ લાઈન મામલે સ્થાનિક રહીશોએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી માટે આવેલ પાટણ નગરપાલિકાના જેસીબી સહિત ની ટીમને સોસાયટીઓની અંદર પ્રવેશથી અટકાવવામાં આવ્યા હતા.
તો ધારાસભ્યએ લેવલ સીટ ની મેન્ટેન કોપી માંગતા પાલિકાના કર્મચારીઓ હરકતમાં આવી ગયા હતા અને પાલિકાના કર્મચારીઓ અને એન્જિનિયર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે લેવલ કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તો અંતે વરસાદી પાણીના નિકાલ માટેની જૂની ચેમ્બરમાં નવી નાખેલી પાઇપલાઇનનું જોડાણ આપી વરસાદી પાણીનો નિકાલ કરવાના કામને સર્વાનુંમતે મંજૂર કરી આ સમગ્ર વિરોધ પ્રદર્શિત નો અંત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી