google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભગવાન જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન છેલ્લા 70 વર્ષથી જૂનાગંજ માં સેવા કેમ્પનું આયોજન કરતો જોષી પરિવાર..

Date:

પાટણ તા. 6
ભગવાન જગન્નાથજીની પાટણ શહેરમાંથી નીકળતી રથયાત્રા દરમિયાન છેલ્લા 70 વર્ષ થી પણ વધુ વર્ષો થી શહેરના જૂના ગંજ બજાર ખાતે વિવિધ પ્રકારના સેવા કેમ્પ નું આયોજન કરનાર સ્વર્ગસ્થ અમૃતલાલ શ્યામલાલ જોશી પરિવાર દ્વારા ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા નિમિત્તે જુનાગંજ ખાતેના અમૃતકાકા કોમ્પલેક્ષ નજીક અવિરત પણે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

જુનાગંજ ચોકમાં ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોને ગિરનારી ખીચડી તથા ખલાસીઓ અને દુર્ગા વાહિની ની બહેનો માટે મગ અને શિરાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સેવા કેમ્પ નો લાભ લેવા તમામ જગન્નાથ ભકતોને દુર્ગાપ્રસાદ જોષી, રજનીકાંત જોષી , શુભમ જોષી, કૃણાલ જોષી સહિત સ્વ અમરતલાલ શ્યામલાલ જોષી પરિવારે જણાવ્યું છે

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા બેઠક ભાજપે ઓછી સરસાઈ સાથે જાળવી રાખી..

પાટણ લોકસભા બેઠકના ઉમેદવારો ને મળેલ મતોમાં સૌથી વધુ...

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી..

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી.. ~ #369News