fbpx

બાઈક પર લોકાચાર જઈ રહેલા ઠાકોર દંપતીને પાછળ આવી રહેલા ટેન્કરે ટક્કર મારતા દંપતીનું મોત નિપજયું..

Date:

પાટણ તા. ૧
પાટણના નોરતા વાટા ગામનું ઠાકોર દંપતી સોમવારે બાઈક પર ઉઝા લોકાચાર ગયા હતા અને ત્યાથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન પાટણ બાલીસણા હાઇવે માગૅ ઉપર પાછળથી પુરઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે ધડાકા ભેર બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર દંપતિ રસ્તા ઉપર પટકાતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે દંપતીનું મોત નીપજ્યું હતું.
તો બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણના નોરતા વાંટા ગામમાં રહેતા ઠાકોર અમુજી નવાજી તેમજ તેમની પત્ની સમજુબેન સોમવારે વહેલી સવારે ઊંઝા ગામે સંબંધીના ત્યાં લોકાચારે બાઈક પર ગયા હતા. લોકાચારની વિધિ પૂર્ણ કરી પરત તેઓ બાઈક પર પાટણ તરફ આવી રહ્યા હતા

તે દરમિયાન બાલીસણા નજીક કેનાલ પાસે પાછળથી પુરઝડપે આવી રહેલા ટેન્કર ચાલક બાઈક સવાર દંપતિને ટક્કર મારતા બાઈક સાથે દંપતિ રસ્તા ઉપર ફંગોળાઈને પટકાતા દંપતીને શરીરના અને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થતાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કરતા અને બનાવની જાણ પોલીસ ને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના આનંદ સરોવરને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થતુ અટકાવાશે…

વોટર વર્કસ શાખાના બે કામોના ટેન્ડરો ખોલાયા તો ત્રણ...

પાટણ RSS પરિવાર દ્રારા કલાનગર સોસાયટી ખાતે પાર્થ પ્રભાત શાખા નું આયોજન કરાયું..

પાટણ તા. ૨પાટણ RSS પરિવાર દ્વારા મંગળવારની સુ પ્રભાતે...

પાટણ નો એન્જિનિયર આંતરરાષ્ટ્રીય મિકેનિકલ એન્જિનિયરિંગ ના રિસર્ચ પુસ્તક ના એડિટોરિયલ બોર્ડ મેમ્બર બન્યો..

પાટણ નો એન્જિનિયર આંતરરાષ્ટ્રીય મિકેનિકલ એન્જિનિયરિંગ ના રિસર્ચ પુસ્તક ના એડિટોરિયલ બોર્ડ મેમ્બર બન્યો.. ~ #369News