fbpx

પાટણ સરસ્વતી બેરેજ ના 27 દરવાજા સહિત ની મશીનરી નું રૂ. 4 કરોડનાં ખર્ચે રીપેરીંગ કામ હાથ ધરાયું…

Date:

પાટણ તા. 29
પાટણ શહેરના સરસ્વતી બેરેજના 27 દરવાજા તેમજ તેની ગર્ડર, પ્લેટ, પ્લેટફોર્મ સહિત વિવિધ વિભાગોનું સલામતીના હેતુસર રૂ. 4 કરોડના અંદાજિત ખર્ચે નવીની કરણ અને રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.વષૅ 1965 માં આ પુલ સહિત બેરેજની કામગીરી શરુ કરાઈ હતી અને 1972 માં તેનું કામકાજ પૂર્ણ થયું હતું. પાટણ શહેરના સરસ્વતી ડેમ પર આજથી આશરે 50 વર્ષ પહેલા 27 દરવાજા સાથેના મજબૂત પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

1965 માં આ પુલ સહિત સમગ્ર બેરેજનો ખર્ચ અંદાજિત રૂપિયા 154.95 લાખ અને નહેરો નો રૂ. 47.67 લાખ ખર્ચ મળી કુલ ખર્ચ 202.62 લાખ થયો હતો. 975 ફૂટ, 297.18 મીટર લંબાઈ અને 6.70 મીટર પહોળાઈ ધરાવતા સરસ્વતી બેરેજમાં કુલ 27 દરવાજા લગાવવામાં આવ્યા હતા અને જળાશયની મહત્તમ સપાટી 84 મીટર જેટલી હતી. આસપાસના 23 ગામો આ બેરેજના પાણીના સિંચાઇનો લાભ મેળવતા હતા. 1965 માં આ પુલ સહિત બેરેજની કામગીરી શરૂ કરાઈ હતી અને 1972 માં તેનું કામકાજ પૂર્ણ થયું હતું.

જો કે આ સરસ્વતી ડેમને બંધાયે 50 વર્ષ ઉપરાંતનો લાંબો સમયગાળો પસાર થતાં સિંચાઈ વિભાગ દ્વારા સલામતી અને ભારે પુર કે વરસાદ સમયે તેનું સરળતાથી સંચાલન કરી શકાય તે હેતુથી સમગ્ર બેરેજના તમામ દરવાજા અને તેના પ્લેટફોર્મ સહિતની તમામ મશીનરી રીપેરીંગ અને નવીનીકરણ કરવા માટે રૂ. 4 કરોડના ખર્ચે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.સરસ્વતી જળાશય યોજનાના આ બેરેજના રીપેરીંગ તેમજ તેના ગર્ડર,પ્લેટફોર્મ તેમજ નીચેનો જુનો ભાગ વિગેરેનો સર્વે કરીને સેફ્ટીના હેતુસર તેનું રીપેરીંગ કરવા માટે સિંચાઈ વિભાગના યાંત્રિક વિભાગ ગાંધીનગર દ્વારા તેનું ટેન્ડરિંગ કરીને કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

સરસ્વતી ડેમ ના 27 દરવાજા તેમજ દરવાજાનું સંચાલન કરવા માટે ઉપરના વિભાગની મશીનરી તેમજ નીચેના વિભાગમાં પ્લેટફોર્મ સહિતની તમામ બાબતોની ચકાસણી કરીને ભવિષ્યમાં ભારે પુર કે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દરવાજાનું સરળતાથી સંચાલન કરી શકાય અને ડેમની સેફટી જળવાય તેવા હેતુ સાથે છેલ્લા કેટલાક દિવસોથી લોખંડની ભારેખમ ગર્ડરો તેમજ પ્લેટો સહિતની મશીનરી ઉતારીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

જોકે પાટણના સરસ્વતી નદી પરના આ જુના ડેમ પાસે નવો ડેમ બાંધવામાં આવેલ છે જેથી આ ડેમ પરની વાહન વ્યવહાર ની અવર-જવર બંધ કરી દેવામાં આવેલ છે તેમ છતાં આજની સ્થિતિએ પણ આ સરસ્વતી બેરેજની મજબૂતાઈ જળવાઈ રહી છે,પરંતુ તેના બાંધકામને 50 વર્ષ જેટલો લાંબો સમય થતાં લોખંડની મશીનરી ને કાટ લાગ્યો હોય કે અન્ય કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તેના ઓપરેશનલ પ્લેટફોર્મના દરવાજા તેમજ તેની ગડરો અને પ્લેટ સહિત તમામ મશીનરીનું રીપેરીંગ કરીને તેને વધુ મજબૂત બનાવવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું વિભાગ ના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં વધુ એક મહિલા રખડતા ઢોરનો શિકાર બની..

શહેરના શારદા સિનેમા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ મહિલાને આખલાએ...